દુર્ઘટના@ડીસા: બનાસપુલ નજીક અજાણ્યા વાહનચાલકે રિક્ષાને મારી ટક્કર, 6 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો, 3 ઈજાગ્રસ્ત
Mon, 24 Oct 2022

અટલ સમાચાર, ડેસ્ક
ડીસામાં બનાસપુલ નજીક અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહન ચાલકે રીક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષામાં સવાર બાળકનું મૃત્યુ થયું હતું અને અન્ય ત્રણ લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માતના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાના ડિસામાં બનાસ નદી પરના પૂલ પાસે અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. જે રિક્ષામાં બેસેલા મુસાફરોમાં 6 વર્ષીય બાળકનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે અને ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ છે.
જેઓ સારવાર હેઠળ છે. સમગ્ર બાબતની પોલીસને જાણ થતાં ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પીએમ અર્થ ખેસડવામાં આવ્યો છે અને અજાણ્યા વાહન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી ચક્રો ગતિમાન કર્યો છે.