અકસ્માત@બનાસકાંઠા: ટ્રેક્ટર ચાલકે બાઇકને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે મોત
accident n
. બાઇક ચાલક જમીન પર પટકાયા બાદ ટ્રેકટરનું વ્હીલ તેના માથા પર ફરી વળ્યું હતું. જે બાદમાં બાઇક ચાલક ટીનાજી બાબુજી ઠાકોરનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું.

અટલ સમાચાર, ડેસ્ક


ગુજરાતમાં દરરોજ અકસ્માતના બનાવો બનતા રહે છે. આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અધગામ ચાંગા પાસે થયેલા અકસ્માતને એક યુવાને જીવ ગુમાવ્યો છે. અહીં એક ટ્રેક્ટર ચાલકે બાઇક પર જઈ રહેલા યુવાનને અડફેટે લીધો હતો. જે બાદમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું. બાઇક ચાલક જમીન પર પટકાયા બાદ ટ્રેકટરનું વ્હીલ તેના માથા પર ફરી વળ્યું હતું. જે બાદમાં બાઇક ચાલક ટીનાજી બાબુજી ઠાકોરનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું. બનાવ બાદ પોલીસે લાશનો કબજો મેળવીને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી.


અન્ય એક બનાવમાં બેંગલુરુમાં પોતાના શેઠની હત્યા કરી લૂંટ ચલાવી ફરાર થયેલા એક આરોપીને અમીરગઢ પોલીસે ડપી પાડ્યો છે. બેંગલુરુમાં નોકરી કરવા ગયેલા રાજસ્થાનના પાલી જિલ્લાના બીજારામ દુર્ગારામ દેવાસીએ પોતાના માલિકની હત્યા કરી નાખી હતી. જે બાદમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત 24 લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. અમીરગઢ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી લૂંટનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

બીજી તરફ જિલ્લાના વાતવરણમાં વહેલી સવારથી જ પલટો આવ્યો છે. સવારથી જ પાલનપુર, ડીસા અને ધાનેરા સહિતના પંથકોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ભર ઉનાળે વાદળછાયું વાતાવરણ સર્જાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા છે.