બનાસકાંઠાઃ સુજલામ સુફલામમાં પાણી બંધ કરી દેતા, ખેડૂતો ધરણા પ્રદર્શન કરે તે પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત
ભેમાભાઇ ચોધરી

અટલ સમાચાર, ડેસ્ક


આજે આપના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી ખેડૂતોના પાણીના પ્રશ્ને દીઓદરના ચાંગા મુકામે પમ્પિંગ સ્ટેશને ઉપવાસ ઉપર બેસવાના હતા પરંતુ તેમને આ ભાજપના  તાનશાહોના ઇશારે ડિસા ઉત્તર પોલીસે ધરપકડ કરી છે જે બિલકુલ લોકશાહી વિરુદ્ધ છે ,ખેડૂતો અને આમ જનતાનો અવાજ દબાવવાની કોશિશ છે જે ક્યારેય ચલાવી શકાય નહીં ... તો આપણા તમામ નોર્થ ગુજરાતના સૈનિકો...કાર્યકર્તાઓ,ખેડૂતો,હોદ્દેદારો,અને સમર્થકો ડીસા પોહચી સંગઠનની એકતાની તાકાતનો પરચો આપીએ..

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં સુજલામ સુફલામ થકી મોટાભાગના તાલુકાના ખેડૂતોને રાહત મળી હતી. જોકે, સુજલામ સુફલામમાં પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોને પાણી માટે આંદોલન તરફ વળ્યા છે અને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ચાંગા પંપીંગ સ્ટેશન ખાતે સુજલામ્ સુફલામ્ પાણી છોડવા માટે ધરણા પ્રદર્શન કરવાના હતા. પરંતુ ધરણા પ્રદર્શન કરે તે પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના નેતા ભેમાભાઈ ચૌધરી અને નવીનભાઈ પટેલની વહેલી સવારથી જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.


 ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતુ કે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલ છે .જ્યાં સુધી સુજલામ સુફલામ કેનાલ માં પાણી નહિ છોડવામાં આવે ત્યાં સુધી પોલીસ સ્ટેશન માં પણ મારા ધરણા ચાલુ રહેશે.તમામ કાર્યકર્તાઓ અને ખેડૂત ભાઈઓ ને વિનતી કરું છું ડીસા પોલીસ સ્ટેશન પોહચવા વિનતી..