બનાસકાંઠાઃ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં આમ આદમી પાર્ટીની અલગ-અલગ મિટીંગો યોજાઇ

અટલ સમાચાર, ડેસ્ક
વિધાનસભા ચૂટણીની તૈયારીઓ બનાસકાંઠા જીલ્લામાં પૂર જોરથી ચાલી રહી છે. તેમાં આજે કાંકરેજ વિધાનસભાના લુણપુર ગામે આદમી પાર્ટી ની મીટીંગ યોજાઈ જેમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી ,પાટણ જીલ્લા પ્રમુખ પ્રશાંતભાઈ, ઉપ પ્રમુખ અને કાંકરેજ વિધાનસભા ના પ્રભારી નવીનભાઈ પટેલ સરસ્વતી તાલુકા પ્રમુખ પ્રભાતસિંહ કાંકરેજ તાલુકા પ્રમુખ દાદુજી સંગઠન મંત્રી જેઠુભા, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અલ્પેશસિહ, ઉપ પ્રમુખ રાજેશસિંહ સહિત આગેવાનોની હાજરી મોટી સંખ્યામાં ભાઈઓ, યુવાનો, વડીલો આગેવાનો જોડાયા.અને ભષ્ટ્રાચાર સામે લડનારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. પ્રભારી નવીનભાઈ પટેલે કહ્યું કે ભ્રષ્ટચાર મુક્ત અને ઈમાનદાર સરકાર લાવવા માટે આપણી વિધાનસભા થી શરૂઆત કરીએ.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
દિયોદર વિધાનસભા ના મોજરું નવા ગામ ખાતે આમ આદમી પાર્ટી ની મીટીંગ યોજાઈ જેમો પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી,તાલુકા ઉપપ્રમુખ નેપાલસિંહ .યુવા કાર્યકર્તા ભરતભાઇ રાજપૂત.(વાસણા) ગામના ઉત્સાહી યુવાન હિતેશભાઈ ચૌધરી, ગામના સરળ સ્વભાવ, ઉત્સાહી સરપંચ નાથાભાઇ .વગેરે મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા.અને 50 થી વધારે લોકો ભાજપ .છોડી આમ આદમી પાર્ટી માં જોડાયા