ડીસાઃ ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 લોકોના કરૂણ મોત, 2ને ગંભીર ઇજાઓ
dessa

અટલ સમાચાર, ડેસ્ક 


અકસ્માતનો સીલસીલો હજુ યથાવત છે. ડીસા પાટણ હાઈવે પર આવેલ જુનાડીસા પાસે આજે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. અને એક પેસેન્જરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. બનાવને પગલે આજુબાજુના લોકોએ 108 એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસા અને ત્યાંથી વધુ સારા માટે અન્ય હોસ્પિટલમાં ખસેડયા હતા.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

બનાસકાઠા જીલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસે આજે રીક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સજાયો હતો. ખરડોસણ ગામનો રાવળ પરિવાર શાકભાજી લઈને રિક્ષામાં ડીસાથી પરત ઘર તરફ જઈ રહ્યા હતા, તે સમયે જુનાડીસા પાસે સામેથી આવી રહેલી ટ્રક અને રિક્ષા વચ્ચે ધડાકા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રીક્ષાના કુરચે કુરચા ઉડી ગયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત રિક્ષાચાલક રમેશભાઇ રાવળનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. જ્યારે રિક્ષામાં સવાર અન્ય મહિલા સહિત ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાંથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે એમ આ ઘટનામાં 2 લોકોના મોત નોંધાયા છે.