આનંદો@બનાસકાંઠા: અંબાજી ચાચર ચોકમાં 2 વર્ષ બાદ ગરબાની રમઝટ, 1111 દીવડાની મહાઆરતીથી નવરાત્રીની શરૂઆત

અટલ સમાચાર, ડેસ્ક
અંબાજી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસે આદિવાસી કન્યાઓ દ્વારા માતાજીની 1111 દીવાડાની મહાઆરતી કરવામાં આવી હતી, જે બાદ 2 વર્ષ બાદ માં અંબાનો ચાચર ચોક ખેલૈયાઓથી ઉભરાયો હતો. ગઈકાલે એટલે કે પહેલા નોરતે બનાસકાંઠા સ્થિત યાત્રાધામ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો માતાજીના ચરણોમાં શીશ નમાવવા અહીં પહોંચી ગયા હતા. માં અંબાનું મંદિર બોલ માડી અંબે, જય જય અંબે… ના નાદથી ગુંજી ઉઠ્યો હતો. આજે પણ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે.
અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
નવરાત્રીના પ્રથમ દિવસે માતજીના મંદિરમાં વૈદિક મંત્રો સાથે ઘટ સ્થાપના વિધિ કરી જવેરા વાવવામાં આવ્યા હતા. જે બાદ માં અંબાની મહાઆરતી કરવામાં આવી હતી. આદિવાસી કન્યાઓ દ્વારા માતાજીની 1111 દીવાડાની મહાઆરતી કરવામાં આવી હતી. જે બાદ ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામી હતી. ભક્તો મન મૂકીને માં અંબાના પ્રાગણમાં ગરબે રમ્યા હતા. 2 વર્ષ બાદ માં અંબાનો ચાચર ચોક ખેલૈયાઓથી ઉભરાયો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પહેલા નોરતે ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામી હતી. ખેલૈયાઓ મન મૂકીને માંના પ્રાગણે ચાચર ચોકમાં ગરબાનો આનંદ મેળવ્યો હતો. માં અંબાના પ્રાગણે ચાચર ચોકમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને નવયુવક પ્રગતિમંડલ અંબાજી દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.