બનાસકાંઠાઃ લમ્પી વાઇરસના કહેર વચ્ચે આજે નવા 892 પશુઓ પર રોગની અસર, 21 પશુઓના મોત નીપજ્યા
ફાઇલફોટો

અટલ સમાચાર, ડેસ્ક


બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. કુલ જિલ્લાના 14 તાલુકા લમ્પી વાઇરસની ઝપેટમાં આવ્યા છે. વધતાં જતાં લમ્પી વાઇરસના કહેર વચ્ચે આજે નવા 892 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે. જેમાં આજે 21 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 827 ગામોમાં પશુઓમાં લમ્પી વાઇરસની અસર દેખાઈ છે.
 
બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જેમાં આજે નવા 892 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. આજે 21 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. જિલ્લાના કુલ 14 તાલુકાઓમાં પશુ ઉપર લમ્પી વાઇરસની અસર જોવા મળી છે. જેમાં કુલ જિલ્લાના 827 ગામોમાં પશુઓમાં લમ્પી વાઇરસ અસર થઇ છે. અત્યાર સુધી કુલ 27063 પશુઓને લંપી વાઇરસની ઝાપેટમાં આવ્યા છે જેમાં અત્યાર સુધી 563 પશુઓના મોત નિપજ્યા છે.