અમીરગઢઃ બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાલક ફસાઈ જતા બચાવવાના અનેક પ્રયાસો છતાં મોત
અમીરગઢ

અટલ સમાચાર, ડેસ્ક


અમીરગઢ તાલુકાના ભડથ ગામ નજીક બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક ટ્રકનો ચાલક ફસાઈ ગયો હતો. જેથી તેને બહાર કાઢવા માટે બેથી ત્રણ કલાક સુધી ભારે જહેમત કરી તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ત્રણ કલાક સુધી મોત સામે લડી અંતે તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. બે ટ્રકો વચ્ચે અકસ્માત થતા જ એલ એન્ડ ટી વિભાગ તેમજ અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી. અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. જેથી ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયત્નો પોલીસે હાથ ધર્યા હતા.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
બનાસકાંઠામાં રાજસ્થાન તરફથી આવી રહેલા એક ટ્રક ચાલકે બીજા ટ્રક સાથે ધડાકાભેર અથડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજસ્થાની માર્બલ ભરીને આવી રહેલો ટ્રક ચાલક ટ્રકમાં ફસાઈ ગયો હતો. અકસ્માતની જાણ એલ એન્ડ ટી વિભાગ તેમજ અમીરગઢ પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવી હતી. ટ્રક અંદર ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે પોલીસ અને એલ એન્ડ ટી વિભાગે બેથી ત્રણ કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી. પરંતુ બે ટ્રકો વચ્ચે ચાલાક ફસાઈ જવાના કારણે તેનું મોત થયું હતું. બેથી ત્રણ કલાક મોત સામે લડી આખરે પ્રાણ ત્યાગી દીધો હતો. આ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી પોલીસે ટ્રાફિક નિયંત્રણ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.