રાજનીતિ@વડગામ: કોંગ્રેસમાં જીગ્નેશ સિવાય અન્ય એક મહિલા અગ્રણીનું નામ પણ સંભવિત ઉમેદવારોમાં, જાણો કોણ છે ?

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણી પહેલાડભોઈમાં ભાજપને ઝટકો લાગ્યો છે. આજે ડભોઈના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે તેમને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. આપને જણાવી દઈએ કે, બાલકૃષ્ણ પટેલ ડભોઇ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2012થી 2017 દરમિયાન ડભાઈના ધારાસભ્ય હતા. આ સાથે હવે કોંગ્રેસમાં પણ હવે સંબધિત જગ્યાઓ પર ટિકિટ માટે હોડ જામી છે.
અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
બનાસકાંઠા જિલ્લાની વડગામ વિધાનસભા બેઠકમાં હાલ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી છે. જોકે આ ચૂંટણી પણ પણ સંભવિત રીતે તેમનું નામ જ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચર્ચાઇ રહ્યું છે. તેવામાં હવે વધુ એક નામની પણ વડગામ સીટ માટે ચર્ચા થઈ છે તે નામ છે સવિતાબેન શ્રીમાળી. સવિતાબેન શ્રીમાળીએ પાટણ જિલ્લાના કોંગ્રેસના મહામંત્રી પૂર્વ મહિલા પ્રમુખ, સેવાદળ મહિલા પ્રમુખ, પ્રદેશ મહિલા મહામંત્રી અને પ્રભારી તરીકે જવાબદારી નિભાવેલ છે. જેવો 2001થી 2021 સુધી નાના કાર્યકરથી લઈ અનેક હોદ્દેદારો સાથે અનેક મુદ્દાઓ સાથે સાથે કોંગ્રેસની વાત, વિચારધારા અને કોંગ્રેસનું કામ લોકો સુધી પહોંચાડ્યું છે. સવિતાબેન શ્રીમાળી નાના કાર્યકર થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જુદા જુદા હોદ્દાઓ સાથે કૉંગ્રેસ પાર્ટીને વફાદાર રહી પાર્ટી માટે ઘણો પુરુષાર્થ કર્યો છે . નોંધનીય છે કે, તેઓએ અગાઉ 2012 અને 2017માં વડગામની ટીકીટ માંગેલ હતી નિરાશ થયા વિના પાર્ટીને વફાદાર રહીને સંગઠનના કાર્યમાં આગળ ધપી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, હવે ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે વડગામ બેઠક પરથી સંભવિત રીતે જીગ્નેશ બાદ હવે મહિલા અગ્રણી સવિતાબેનનું નામ ચર્ચાઇ રહ્યું છે. પોતાની સ્વચ્છ પ્રતિભા અને લોકોના સાથેના મેળાપણા સ્વભાવના કારણે લોકોની પ્રથમ પસંદ છે દરેક સમાજમાં આવકાર મળી રહ્યો છે. પોતાનું મોસાળ વડગામ તાલુકામા હોવાથી લોકોની માંગ અને લોકો ચાહના વધુ છે તે કારણે કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી છે. પાર્ટીના દરેક કાર્યક્રમમાં અદના કાર્યકર તરીકે પાર્ટી માટે પોતાનું યોગદાન આપતા રહે છે વડગામ વિધાનસભાની સીટ ઉપર સ્થાનિક લોકોની માંગ સાથે કોંગ્રેસ પક્ષ તરફથી વિધાનસભા સીટના ઉમેદવાર તરીકે ટિકિટની માંગણી કરી છે. જોકે કૉંગ્રેસ પક્ષ તેઓને પક્ષની વફાદારીનો શિરપાવ આપશે કે કેમ તે સમય જ બતાવશે.