ડીસાઃ ખેડૂતે ઝાડ પર અગમ્ય કારણોસર આત્મહત્યા કરતા પરિવારમાં અરેરાટી
ખેડૂતે આજે અગમ્ય કારણોસર પોતાના ખેતરમાં આવેલ ઝાડ પર ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
May 14, 2022, 16:21 IST

અટલ સમાચાર, ડેસ્ક
ડીસામાં આજે વધુ એક ખેડૂતે પોતાના ખેતરમાં આવેલ ઝાડ પર ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસા તાલુકાના વાસણા ગામે રહેતા કરસનપુરી બાવા નામના ખેડૂતે આજે અગમ્ય કારણોસર પોતાના ખેતરમાં આવેલ ઝાડ પર ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
કરસનપુરી બાવાએ અગમ્ય કારણોસર હાત્મહત્યા કરતા પરિવારમાં માતમ છવાયો છે. ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતક ખેડૂતની લાશને ડીસા સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.