બનાસકાંઠાઃ તળાવના પાણીનો રંગ ગુલાબી થતાં ગામ લોકોમાં અનેક પ્રકારના તર્ક વિતર્ક

તુલમુલા ગામમાં સ્થિત માતા ખીર ભવાનીના આ મંદિરની પાણીની ટાંકી સ્વયં માતા ભવાનીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે આવનારી પરિસ્થિતિઓને દર્શાવવા માટે તેનો રંગ બદલી નાખે છે.

 
vav

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વાવના કોરેટી ગામે તળાવના પાણીનો રંગ બદલાતા ગામ લોકોમાં કુતૂહલ છવાયું છે. તળાવનો રંગ ગુલાબી થઇ ગયો છે જેના કારણે સ્થાનિકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 7 દિવસ બાદ પણ પાણીના રંગનું રહસ્ય અકબંધ છે. ત્યારે લોકો માની રહ્યા છે કે, આ પાણીમાં કેમિકલ રિએક્શન જેવું લાગી રહ્યું છે. ત્યારે તળાવ પાસે એક નીલકંઠ મહાદેવનું પણ મંદિર આવેલું છે. જેના કારણે શ્રદ્ધાળુઓ અનેક પ્રકારના તર્ક વિતર્ક કરી રહ્યા છે. જોકે, તપાસ બાદ આ તળાવના પાણી પરથી રહસ્યનો પડદો ઊંચકાઇ શકે છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલી વાવમાં આ ઘટના બની છે. વાવ તાલુકાના કોરેટી ગામે તળાવના પાણીનો રંગ ઉડીને આંખે વળગ્યો છેથોડા સમય પહેલા પણ આવી ઘટના બની હતી. જેમાં મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના તુલમુલા વિસ્તારમાં આવેલી માતા ખીર ભવાનીની પાણીની ટાંકીનો રંગ છેલ્લા કેટલાક દિવસોથી બદલાઈ રહ્યો હતો. તે લાલ થઈ જતું હતુ. સ્થાનિક કાશ્મીરી પંડિતોના મતે આ ખતરાની નિશાની છે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

સુત્રોએ જણાવ્યું હતુ કે, માતા ખીર ભવાની કાશ્મીરી પંડિતોના કુળદેવી છે. અનુસાર કાશ્મીર ખીણમાં જ્યારે પણ કોઈ આફત આવે છે, ત્યારે તે પાણીની ટાંકીના રંગમાં ફેરફાર દ્વારા દર્શાવવામાં આવે છે.તુલમુલા ગામમાં સ્થિત માતા ખીર ભવાનીના આ મંદિરની પાણીની ટાંકી સ્વયં માતા ભવાનીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે આવનારી પરિસ્થિતિઓને દર્શાવવા માટે તેનો રંગ બદલી નાખે છે.તુલમુલા ગામમાં સ્થિત માતા ખીર ભવાનીના આ મંદિરની પાણીની ટાંકી સ્વયં માતા ભવાનીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે આવનારી પરિસ્થિતિઓને દર્શાવવા માટે તેનો રંગ બદલી નાખે છે.