બનાસકાંઠા: 15 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ
women

અટલ સમાચાર, ડેસ્ક


કાંકરેજના શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. કાંકરેજના મંગળપુરામાં સગીર વયની બાળકીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 15 વર્ષીય સગીર વયની કિશોરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે શિહોરી પોલીસે વડા ગામના ઈશ્વર ઠાકોર સામે પોસ્કો એકટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત: સોશિયલ મીડિયામાં દોસ્તી કરવી પરણિતાને પડી ભારે, મિત્રએ દુષ્કર્મ આચરી પૈસા પણ પડાવી લીધા
સુરત: આજ કાલ સોશિયલ મીડિયાના માધ્યમથી દોસ્તી થવી સામાન્ય બાબત થઈ છે. જોકે આ દોસ્તી ક્યારેય મોટી મુસીબત પણ નોતરતી હોવાની ઘટના સામે આવી ચૂકી છે. હવે આવી જ ઘટના સુરતના રાંદેરમાં સામે આવી છે જ્યાં પરણિતા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ઉપરાંત દુષ્કર્મનો વિડિયો બનાવી બ્લેકમેલ કરી 90 હજાર પણ પડાવ્યા હોવાની વાત સામે આવી છે. પ્રેમીને પામવાના ચક્કરમાં યુવતીએ પતિ-પુત્રી અને રૂપિયા પણ ગુમાવ્યા છે. પ્રેમીએ દગો આપતા યુવતીએ રાંદેર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.