બનાસકાંઠાઃ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવા મુદ્દે આજે રાત્રે 125 ગામના ખેડૂતો, ઘરે-ઘરે દીવા પ્રગટાવી વિરોધ નોંધાવશે
વિરોધ

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠામાં પાણીની સમસ્યા કઇ નવી નથી. ખેડૂતોના આંદોલન બાદ હવે ખેડૂતો ઘરે ઘરે દીવા પ્રગટાવી વિરોધ નોંધાવશે. જળ આંદોલનમાં ભારતીય કિસાન સંઘ તેમજ જળ આંદોલન સમિતિ દ્વારા ખેડૂતોને દીવા પ્રગટાવવા અપીલ કરવામાં આવી છે. દીવા પ્રગટાવી કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા સરકારને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઘરે ઘરે દીવા પ્રગટાવી સરકાર સામે આજે રાત્રે વિરોધ નોંધાવશે. 125 ગામના ખેડૂતો સહિત અન્ય ખેડૂતોને પણ દીવા પ્રગટાવવા ખેડૂત આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે.

મુક્તેશ્વર ડેમ તેમજ કરમાવાદ તળાવમાં પાણી નાખવાના મુદ્દે 20 હજારથી વધુ ખેડૂતોની મહા રેલી બાદ હવે ખેડૂતો દીવા પ્રગટાવશે. ગુરુ મહારાજના નામથી ઘરે ઘરે દીવા પ્રગટાવી સરકાર સામે આજે રાત્રે નોંધાવશે. વિરોધ 125 ગામના ખેડૂતો સહિત અન્ય ખેડૂતોને પણ દીવા પ્રગટાવવા ખેડૂત આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ આંદોલનમાં મુસ્લિમ સમાજના પણ ઘણા ખેડૂતો જોડાયેલા છે. ત્યારે મુસ્લિમ સમાજના ખેડૂતો ઈબાદત કરે તેમજ નમાજ પઢી કુદરત પાસે પાણી જલ્દી નખાય તે માટે દુઆ કરવા પણ અપીલ કરાઈ છે. આજે રાત્રેએ ઘરે ઘરે દીવા પ્રગટાવી વિરોધ નોંધાવશે. જો પાણીની માંગ પૂરી નહી થાય તો આગામી સમયમાં 40 હજારથી વધુ મહિલાઓની મહારેલી યોજવા ખેડૂતો મક્કમ બન્યા છે.