બનાસકાંઠાઃ પાંથાવાડા પોલીસે અમદાવાદ CID ક્રાઇમની સરકારી ગાડીના કોન્સ્ટેબલ ડ્રાઈવરને દારૂના જથ્થા સાથે ઝડપ્યો

કોન્સ્ટેબલ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો વિષ્ણુ ચૌધરીએ તેમના નાયબ પોલીસ અધિક્ષક લાંબી રજા પર હોય તે દરમિયાન સરકારી બોલેરો ગાડીમા રાજસ્થાન તરફથી દારૂ ભરીને આવતા પાંથાવાડા વાઘો ચાર રસ્તા પાસેથી પાંથાવાડા પોલીસે ઝડપી પાડ્યો હતો.
 
પોલીસ

અટલ સમાચાર, ડેસ્ક

 આમ તો ગુજરાતમાં દારુબંધી છે પરંતુ જે રીતે રાજ્યમાં અનેક વિસ્તારોમાંથી દારુનો જથ્થો ઝડપાઈ છે તેને જોતા આ દારુબંધી માત્ર કાગળ પર જ હોય તેવી લાગી રહ્યું છે.  બનાસકાંઠા જિલ્લાના પાથાવાડા વાઘોર ચાર રસ્તા પાસેથી પાંથાવાડા પોલીસે અમદાવાદ સીઆઇડી ક્રાઇમની સરકારી ગાડીના કોન્સ્ટેબલ ડ્રાઈવરને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. અમદાવાદ સીઆઇડી ક્રાઇમમાં કોન્સ્ટેબલ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો વિષ્ણુ ચૌધરીએ તેમના નાયબ પોલીસ અધિક્ષક લાંબી રજા પર હોય તે દરમિયાન સરકારી બોલેરો ગાડીમા રાજસ્થાન તરફથી દારૂ ભરીને આવતા પાંથાવાડા વાઘો ચાર રસ્તા પાસેથી પાંથાવાડા પોલીસે ઝડપી પાડ્યો હતો.

સીઆઇડી ક્રાઇમ અમદાવાદના સરકારી ગાડીના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ તેના નાયબ પોલીસ અધીક્ષક લાંબી રજા પર હોય તે દરમિયાન ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષકની નજર ચુકવી સરકારી બોલેરો ગાડી નં (GJ-18-G-5698)માં અન્ય એક ઇસમને બેસાડી રાજસ્થાન તરફથી દારૂ ભરીને આવતો હતો. આ દરમિયાન પાથાવાડા વાઘોર ચાર રસ્તા પાસે સરકારી બોલેરો ગાડીમાંથી પાંથાવાડા પોલીસે દારુની 294 બોટલો જેની કિંમત 1 લાખ 21 હજાર 140 રૂપિયાનોનો જથ્થો જપ્ત કરીને બંનેને ઝડપી લીધા છે.