બનાસકાંઠાઃ થરાદ-સાંચોર હાઇવે પરથી આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક

અટલ સમાચાર, ડેસ્ક
બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં થરાદમાં આજે સીએનજી પમ્પ નજીક એક ખોદેલા ખાડા પાસે અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો છે. જેમાં રાહદારીઓ ને ખાડા નજીક પડેલ મૃતદેહ નજરે પડતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા બનાવની જાણ સ્થાનિક લોકોએ 108ને કરી હતી. 108 ઘટનાસ્થળે પહોંચી હતી થરાદ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી પહોંચી સીએનજી પંપ નજીક ખાડા પાસે પડેલા યુવકના મૃતદેહને કબજે લઇ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
થરાદના સાચોર હાઇવે પર આવેલા સીએનજી પમ્પ પાસે ખોદેલા ખાડા નજીક એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે. જેમાં રાહદારીઓને ખોદેલા ખાડા નજીક પડેલો મૃતદેહ નજરે પડતાં આજુબાજુ લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા અને સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી હતી.
મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરાઈ
અજાણ્યા યુવકના મૃતદેહનો કબજો લઈ પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. સાથે પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરી છે.