બનાસકાંઠાઃ બે ટ્રકો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો, ડ્રાઈવરની હાલત વધુ ગંભીર ​​​​​​​
accident bk

અટલ સમાચાર, ડેસ્ક

 બનાસકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે પર મોટા હેવી વાહનોના ગફલત ફર્યા ડ્રાઇવિંગના કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે વારંવાર સર્જાતા અકસ્માતોને અત્યાર સુધી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે આવો જ એક અકસ્માત આજે કાંકરેજ તાલુકાના ખોડલા ગામ પાસે સર્જાયો હતો. કાંકરેજ તાલુકાના ખોડલા ગામ પાસે બે ટ્રકો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર ડ્રાઈવરને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
ખોડલા ગામ પાસે બે ટ્રકો સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ટ્રક ડ્રાઇવરને બહાર નીકળવામાં આવ્યો હતો. જે બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ટ્રક ડ્રાઇવરને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડ્રાઈવરની હાલત વધુ ગંભીર હોવાના કારણે વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો.