બનાસકાંઠા: શિક્ષક અને 4 છાત્રો દ્વારા છેડતીનો ભોગ બનેલ વિધાર્થિનીને ન્યાય ન મળતા આત્મહત્યા કરી ​​​​​​​

સુસાઇડ નોટમાં વિધાર્થિનીએ એક વર્ષ વીતી જવા છતાં પણ પોલીસે આરોપીઓ સામે કોઇ કાર્યવાહી ન કરતાં તેને આપઘાત કરવા મજબુર થવું પડ્યું તેનો ઉલ્લેખ કર્યો હતો. 
 
ગળેફાંસો

અટલ સમાચાર, ડેસ્ક

ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક વર્ષ અગાઉ શિક્ષક અને 4 છાત્રો દ્વારા છેડતીનો ભોગ બનેલ વિધાર્થિનીએ આત્મહત્યા કરી લીધી છે. વિધાર્થિનીએ 10 દિવસ પહેલા સુસાઇડ નોટ લખી ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સુસાઇડ નોટમાં વિધાર્થિનીએ એક વર્ષ વીતી જવા છતાં પણ પોલીસે આરોપીઓ સામે કોઇ કાર્યવાહી ન કરતાં તેને આપઘાત કરવા મજબુર થવું પડ્યું તેનો ઉલ્લેખ કર્યો હતો. 

   અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

મૃતક વિધાર્થિનીના કાકાએ વિધાર્થિનીના મોત બાદ ભાભર પોલીસ મથકે દુષ્પેરણા અને આત્મહત્યાનો મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી શિક્ષક નવીન દરજીની અટકાયત કરી છે. ભાભર પોલીસે અન્ય 4 આરોપી વિધાર્થીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓએ મૃતક વિધાર્થીનીનો વિડિયો વાઇરલ કરવાની ધમકી આપી રહ્યા હતા જેને લઈને વિધાર્થિની ડિપ્રેશનમાં રહેતી હોવાનો તેના પરિવારે આક્ષેપ કર્યો છે.