બનાસકાંઠાઃ નાસ્તા હાઉસની દુકાનમાં વહેલી સવારે અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
આગ

અટલ સમાચાર, ડેસ્ક

દાંતા વિશ્રામ ગૃહની સામે આવેલા એક કોમ્પ્લેક્ષમાં આવેલી એક સ્વીટ્સ નાસ્તા હાઉસની દુકાનમાં વહેલી સવારે અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની સાથે જ સ્થાનિક લોકો પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ આગે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે દુકાન માલિક મોટું નુકસાન પહોંચ્યું હતું. ત્યાબાદ ફાયર ફાયટરોને જાણ કરતાં તેમણે આવીને આગને કાબુમાં લીધી હતી.


   અટલ સમારા ચાર તમામોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 

બનાસકાંઠા જિલ્લાના દાતા વિશ્રામ ગૃહની સામે આવેલા એક કોમ્પલેક્ષની સ્વીટ્સ નાસ્તા હાઉસની દુકાનમાં વહેલી સવારે અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. સ્થાનિક લોકોના દોડી પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટર ઘટના સ્થળ પર દોડી પહોંચ્યું હતું, પરંતુ ત્યાર સુધી સ્વીટ્સ નાસ્તા હાઉસની દુકાનમાં લાગેલી આગના કારણે દુકાનમાં પડેલો સંપૂર્ણ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જેના કારણે દુકાન માલિકને મોટું નુકસાન પહોંચ્યું હતું. દુકાનમાં લાગેલી આગનું કારણ હજુ જાણવા મળ્યું નથી.