બેફામ@પાંથાવાડા: ધોળાં દિવસે ખુલ્લેઆમ રેતીચોરી, "કહેવાતાં" કડક ભૂસ્તરશાસ્ત્રી નથી જાણતાં આ કારસો ?
chori b

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

દાંતીવાડા તાલુકા નજીક પાંથાવાડા વિસ્તારમાં ધોળાં દિવસે ખુલ્લેઆમ રેતીચોરીનો મામલો સામે આવ્યો છે. કોઈ "આકા"ની નાક નીચે બેફામ સિપુ નદીના પટમાંથી ખનન ચોરી છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહી છે. કહેવાતાં એવા કડક ભૂસ્તરશાસ્ત્રી શું આ રેતી ચોરી વિશે કંઈ જાણતાં નથી ? ગઈકાલે ઢળતી બપોરે રેતીચોરીની તસ્વીરો લેવાઈ ગઈ હોવાની જાણ થતાં દોડધામ મચી ગઇ હતી. જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીને સવાલ કરતાં તુરંત ફોન કરી દીધો હતો. આથી મામલો આખરે નિવાસી અધિક કલેક્ટર સમક્ષ પહોંચી ગયો હતો. આ સમગ્ર ઘટનાક્રમને પગલે ખનન ચોરો સ્થળ પરથી પલાયન થઈ ગયા હતા.

   અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

chori .1


બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા નજીક આવેલ જાત ગામ પાસેથી પસાર થતાં આવતાં બ્રીજ નીચે ધોળાં દિવસે બેફામ રેતીચોરી થઈ રહી હતી. ગઈકાલે બપોર દરમિયાન જેસીબી ત્યાં સિપુ નદીના પટમાંથી રેતી ઉઠાવી ડમ્પરમાં ઠાલવી રહી હતી. આ દરમ્યાન સ્થાનિક સૂત્રો પાસેથી વિગતો મેળવતાં અન અધિકૃત ખનન થઈ રહ્યાનું પ્રાથમિક તબક્કે માલૂમ પડતાં ચોંકાવનારી સ્થિતિ બની હતી. આથી ખનન સંબંધિત વ્યક્તિને પૂછતાં પરમિટ બાબતે કોઈ જવાબ આપ્યો નહોતો. આ દરમ્યાન ભારે દોડધામ મચી જતાં આખરે બનાસકાંઠા જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી સુભાષભાઈને પૂછતાં જેવી વાત કરી એવું તુરંત કોઈ કારણસર ફોન કટ કરી દીધો હતો. આટલા સમય દરમ્યાન ખનન ચોરી કરતાં સાધનો સ્થળ પરથી પલાયન થવા મથામણ કરી હતી. સમગ્ર મામલે ભૂસ્તરશાસ્ત્રીની પારદર્શકતા વિરુદ્ધ આશંકા જતાં નિવાસી અધિક કલેક્ટર સમક્ષ વાત પહોંચી હતી.

chori2

સૂત્રોએ જણાવ્યું હતું કે, જાત ગામ પાસેથી અને આસપાસના વિસ્તારોમાંથી અવરજવર કરતાં અનેક લોકોને નજરે ચડે એમ ખુલ્લેઆમ રેતી ચોરી કરવી એ નાની વાત નથી. રેતીચોરોને સ્થાનિક અથવા જિલ્લા કક્ષાના કોઈ માથાની રહેમનજર મળી હોય તેવી શક્યતા દેખાઈ રહી છે. આ સાથે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમને પણ અત્યાર સુધી ખુલ્લેઆમ રેતી ચોરી નજરે ના ચડી ? શું કોઈની બાતમી પણ નહિ મળી હોય ? શું રેતી ચોરી કરનારને મોટી પહોંચ છે કે જેનાથી અન અધિકૃત ખનન વિરુદ્ધ કાર્યવાહી સંભવિત નથી ? આ તમામ સવાલો સ્થાનિક વહીવટી તંત્ર અને જિલ્લા તંત્રની પારદર્શકતા હોય ત્યારે ઉભા થઇ રહ્યા છે.