દુ:ખદ@પાટણ: સુઝલામ-સુફલામ કેનાલમાં પિતરાઈ ભાઈ બહેન ડૂબી જતાં મોત, પરિજનો શોકમગ્ન

 
Patan-01

અટલ સમાચાર, ડેસ્ક 

પાટણના સરસ્વતી તાલુકાના વડુ ગામ પાસે બે લોકો ડૂબી જતાં મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ સરસ્વતીના વડુ ગામ નજીક પસાર થતી સુઝલામ સૂફલામ કેનાલમાં પિતરાઈ ભાઈ બહેન ડૂબ્યાં હતા. આ તરફ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયા અને પાલિકાની ટીમ દ્વારા બંનેના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા હતા. મામા-ફઈના ભાઈ-બહેનના મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો હતો.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

સરસ્વતી તાલુકાના વડુ ગામ નજીકથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં બે પિતરાઈ ભાઈ બહેન ડૂબ્યા હોવાની જાણ થતા પાટણ પાલિકાની ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમ્યાન કેનાલમાંથી મીતાબેન પટણી અને રવિ પટણીના મૃતદેહ મળી આવ્યા હતા.

જામનગરમાં પણ ચેકડેમમાં ન્હાવા માટે ગયેલી બાળકીઓ પાણીમાં ડૂબી 

જામનગર જિલ્લાના કાલાવડ રણુંજા હાઇવે પરના ડેમમાં બે બાળકીઓ અકસ્માતે ડૂબી હતી. JPS સ્કૂલ પાસે આવેલા ડેમમાં ન્હાવા માટે બે બાળકીઓ ગઇ હતી. આ દરમિયાન જોતજોતામાં ઊંડા પાણી સુધી પહોચી ગઇ હતી અને ડેમના જળપ્રવાહમાં ડુબી ગઇ હતી. આ અંગે સ્થાનિક લોકોને જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારબાદ કાલાવડ ફાયર વિભાગ અને કાલાવડ પોલીસને જાણ કરાતા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં કામગીરી હાથ ધરતા એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.જ્યારે  હજુ પણ એક બાળકીનો પત્તો ન લાગતા તેની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.