ડીસાઃ APMC માર્કેટયાર્ડ પાસે અકસ્માતની ઘટના સામે આવી, ડમ્પર બાઈક ચાલકને અડફેટે લેતા ગંભીર ઇજાઓ
deesa

અટલ સમાચાર, ડેસ્ક


ડીસામાં APMC માર્કેટયાર્ડ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાદગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આજે ડીસા APMC માર્કિટ યાર્ડ પાસે ડમ્પર ચાલકે બાઈક ચાલાકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલાક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આજુબાજુ લોકો દોડી આવી ઘાયલ બાઈક ચાલાકને નજીકની હોસ્પિટલમાં ખાસેડાવામાં આવ્યો હતો.

 આ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. અકસ્માતના પગલે થોડાક સમય માટે APMC માર્કેટ યાર્ડ આગળ ટ્રાફિક જામના દ્રષ્યો સામે આવ્યા હતા.