દિયોદરઃ રેલ્વે સ્ટાફ કવાર્ટસમાં સૂઇ રહેલી એક વિધવા મહીલાની રાત્રે એક શખ્સે છેડતી કરતાં ચકચાર
women

અટલ સમાચાર, ડેસ્ક

દિયોદર રેલ્વે સ્ટાફ કવાર્ટસમાં સૂઇ રહેલી એક વિધવા મહીલાની રાત્રે એક શખ્સે છેડતી કરતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે તેણીએ રેલ્વે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

આ અંગેની વિગત એવી છે કે, દિયોદર રેલ્વે કવાર્ટસમાં રહેતી 48 વર્ષિય વિધવા મહીલા રાત્રિના સમયે સૂઇ રહી હતી. ત્યારે વરંડો કૂદીને પાછળના દરવાજાથી પ્રવેશ કરીને આવેલા દિયોદર તાલુકાના ધનકવાડાનો વિક્રમ ઉર્ફે વિકો અર્જુનજી ઠાકોરે તેણીની છેડતી કરી હતી.

તેનો પ્રતિકાર કરતાં માથામાં લોખંડની પટ્ટી મારી હતી. જયારે ગડદા પાટુનો મારમાર્યો હતો. તે દરમિયાન તેણીએ બૂમાબૂમ કરતાં શખ્સ નાસી ગયો હતો. આ બનાવને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ અંગે મહીલાએ રેલ્વે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.