બ્રેકિંગ@બનાસકાંઠા: ગૌશાળા-પાંજરાપોળમાંથી ગાયો છોડી દેનારા સંચાલકોની પોલીસે કરી અટકાયત

 
Banas 01

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠા જિલ્લા ગૌભક્તોએ આવેદનપત્ર આપી 48 કલાકમાં ગૌ પોષણ યોજનાનો લાભ નહીં મળે તો ગૌ શાળાઓની તમામ ગાયો તાલુકા મથકની કચેરીઓમાં છીડી દેવાની ચીમકી આપી હતી. અલ્ટિમેટમ પુર્ણ થવા છતાં પણ સરકારે કૉઈ જાહેરાત ન કરતાં આજે બનાસકાંઠામાં ગૌ શાળા સંચાલકોએ ગાયો છોડી મૂકવાનો સિલસિલો ચાલુ કર્યો છે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

બનાસકાંઠાના ડીસા, રાધનપુરમાં સંચાલકોએ વિરોધ નોંધાવતા પાંજરાપોળમાંથી ગાયો છોડી હતી. આ વચ્ચે વિરોધ કરી રહેલા સંચાલકોની ઠેરઠેર અટકાયત થતા ગૌ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સહાય નહીં આપે ત્યાં સુધી ઉગ્ર લડત ચાલુ રાખવા ગૌ ભક્તોની ચીમકી ઉચ્ચારી હતી.

પોલીસે સંચાલકોની અટકાયત કરી

લાખણીમાં ગૌશાળાની ગાયો છોડી દેવાતા પાંજરાપોળ સંચાલકોની પોલીસે અટકાયત કરી હતી. ડીસા DySP સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગૌ શાળા અને પાંજરાપોળની સહાય ન મળતા લાખણીમાં ગૌ શાળાની ગાયોને છોડી મુકાઇ હતી. સરકાર દ્વારા 500 કરોડની સહાય મંજૂર કરાયા બાદ પણ અપાયા નથી. ગૌ ભક્તોએ ગાયોને હાઇવે પર છોડી દેતા વાહનોની લાઈનો લાગી હતી.

Banas 02

 
સંચાલકોની અટકાયત બાદ ગૌ પ્રેમીઓમાં રોષ 

બનાસકાંઠાના ડીસામાં પાંજરાપોળમાંથી ગાયો છોડવાનો મામલે સંચાલકોની અટકાયત કરાતા અન્ય સંચાલકો હાઇવે પર પહોંચ્યા હતા. માલગઢ નજીક સંચાલકો દ્વારા રાધનપુર હાઇવે રોકવાનો પ્રયાસ કરાયો હતો. ઠેરઠેર ગાયો છોડવા મામલે સંચાલકોની અટકાયત કરાઇ હતી. ગૌ પ્રેમીઓ રોષે ભરાતા હાઇવે પર પહોંચ્યા હતા.

Banas 03

આ સાથે સહાય ન મળતા ગૌશાળા-પાંજરાપોળના સંચાલકો અને ગૌપ્રેમીઓએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સુઇગામની સરકારી કચેરીમાં ગાયો છોડીને વિરોધ નોંધાવ્યો હતો. જે મામલે સુઇગામ પોલીસે ગૌભક્તોની અટકાયત કરી છે. તો બીજી તરફ ડીસાના એલિવેટેડ બ્રિજ પર ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ રસ્તા વચ્ચે જ ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો હતો.  વિરોધ કરી રહેલા 10થી વધુ સંચાલકોની પોલીસે અટકાયત કરી હતી. ડીસા નેશનલ હાઇવે પોલીસે ખુલ્લો કરાયો હતો.

Banas 04


 
શું છે સમગ્ર મામલો ? 

ગુજરાત સરકારે છ મહિના અગાઉ ગૌશાળા પાંજરાપોળોને રૂ. 500 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. આ સહાય જાહેર કર્યાના 6 મહિના થયા છતા પણ સહાય પેટે એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી. આવો આક્ષેપ બીજા કોઈ નહીં પરંતુ ખુદ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો કરી રહ્યા છે. જેને લઈને ઉત્તર ગુજરાતની તમામ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ ગઇકાલે ગૌમાતાઓના લાભાર્થે આજે બંધનું એલાન આપ્યું હતું. જોકે તેમ છતા કોઈ ઉકેલ ન આવતા આજ રોજ ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોએ ગાયોને છોડી મૂકી હતી. હવે ગૌભક્તો આગામી સમયમાં સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ત્યારે ચૂંટણી પહેલા સરકાર ગૌશાળા માટે ફંડ રિલીઝ કરીને વિરોધને ઠારી શકે છે કે કેમ તે જોવું રહ્યું.

મહત્વનું છે કે, રાજ્યમાં ઠેરઠેર લમ્પી વાયરસ કાળો કહેર વર્તાવી રહ્યો છે જેના કારણે ગૌ શાળા પાંજરાપોળોનો ખર્ચ પણ બમણો થઈ ગયો છે જેથી ગૌ વંશ મુશ્કેલીમાં છે. આવી ગંભીર પરિસ્થિતિમાં અમો ગૌશાળા અને પાંજરાપોળની સંચાલકો તે ગાયોને ભૂખથી તડપતી ગાયોના મૃત્યુનું પાપ અમારા શિરે લઇ શકીએ તેમ નથી. અને સરકાર દ્વારા કોઈ જ સહાય ન ચુકવાતા અમારે નાં છૂટકે ગૌશાળા અને પાંજરાપોળોને પોતાના પશુઓ છોડવાની ફરજ પડી રહી છે.