ધાનેરાઃ સોશિયલ મીડિયાના ઉપયોગથી એક મિત્રના મોત પછી પણ પરિવારને આપ્યું ભાઈબંધીનું અનોખું ઉદાહરણ

રબારી અને ત્યાં ફરજ બજાવતા મૂળ થરાદના નારોલીના એક પગે વિકલાંગ મંગલભાઈ કેશાજી પંડ્યા વચ્ચે મિત્રતા થઈ હતી. જોકે, સપ્તાહ અગાઉ નેનાવા પાસે માર્ગ અકસ્માતમાં મંગલભાઈનું આકસ્મિક મોત થયું હતું.
 
Mobile-Phone_1

અટલ સમાચાર, ડેસ્ક

ધાનેરા તાલુકાના નેનાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ વચ્ચે માત્ર દસ દિવસની મિત્રતા બાદ એક વિકલાંગ મિત્રનું મોત થયું હતું. એ પછી મિત્રએ માત્ર બે દિવસમાં જ સોશિયલ મીડિયા ઉપર મદદની હાકલ કરી રૂપિયા 2.66 લાખની માતબર રકમ મૃતક મિત્રના પરિવારને આપી ભાઈબંધીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નેનાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દસ દિવસ અગાઉ જ વલસાડ થી બદલી થઈને આવેલા મૂળ વાસણ ગામના કાનજીભાઈ જે. રબારી અને ત્યાં ફરજ બજાવતા મૂળ થરાદના નારોલીના એક પગે વિકલાંગ મંગલભાઈ કેશાજી પંડ્યા વચ્ચે મિત્રતા થઈ હતી. જોકે, સપ્તાહ અગાઉ નેનાવા પાસે માર્ગ અકસ્માતમાં મંગલભાઈનું આકસ્મિક મોત થયું હતું.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો


થરાદ તાલુકાના નારોલી ગામના મંગલભાઈ કેશાજી પંડ્યા એક પગે વિકલાંગ હતા. જેઓ ધાનેરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા હતા. તેમના ચાર ભાઈ પૈકી એક ભાઈનું ચાર વર્ષ અગાઉ અકસ્માતમાં મોત થયું હતું. જેમના સંતાનો બે દીકરી અને એક દીકરો વિધવા ભાભી, બે ભાઈ, પોતાના વૃદ્ધ માતા પિતા અને પોતાની પત્નીનું એમ કુલ પરિવારના આઠ સભ્યોનું ગુજરાન ચલાવતા હતા . તેમનું અકસ્માતમાં મોત થતાં ઘરનો મોભ તૂટી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. મિત્રના નિધનથી દુઃખ થયું હતું. પરંતુ તેના પરિવારનું હવે કોણ થશે ? તેમ વિચારી આર્થિક મદદ કરવા માટે વિચાર કર્યો હતો. જેના માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. અને વોટ્સએપ ગ્રુપ બનાવી વલસાડ, અમદાવાદ, દાહોદ, સાબરકાંઠા, વડોદરાના મારા સાથી મિત્રો, બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ, તલાટી, શિક્ષકો તેમજ સામાજિક આગેવાનોને અને નેનાવાના ગ્રામજનોને મદદ માટે હાકલ કરી હતી.

 
જેમાં માત્ર બે જ દિવસમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે બધાએ મદદ કરતા રૂપિયા 2.86 લાખ એકત્ર થઈ ગયા હતા. જે રકમ રવિવારે મારા સ્વર્ગસ્થ મિત્ર મંગળભાઈ પંડ્યાના ઘરે નારોલી ગામે જઈ તેમના પિતા અને ભાઈ તેમજ સામાજિક આગેવાનોની હાજરીમાં આપ્યા હતા. સેવાના કાર્યમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે મદદ કરનાર તમામને સ્વર્ગસ્થ મિત્રનો આત્મા પણ આભાર માનતો હશે.

 
કાનજીભાઈ રબારીએ પોતાના મૃતક મિત્રના પરિવારને મદદ કરવા માટે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. જેમાં બે દિવસમાં 350 લોકોને જોડ્યા હતા. અને બધાએ પોતાના ગ્રુપોમાં સ્ટેટ્સ રાખી તેમજ મેસેજ કરી આ રકમ એકત્ર કરી હતી. જે હજુ પણ આવી રહી હોવાથી રૂપિયા ત્રણ લાખથી વધુ થશે તેમ તેમણે જણાવ્યું હતું. એક પગે વિકલાંગ મંગળભાઈ પંડ્યા પરિવારમાં આઠ સભ્યોનું ગુજરાન ચલાવતા હતા. જેમના લગ્ન પણ આજથી દોઢમાં માસ અગાઉ જ થયા હતા. જેમના મોતથી જેના હાથમાં લગ્નની મહેંદી પણ હજુ સુકાઈ નથી તેવી તેમની પત્નીનું સુખી સંસાર નું સ્વપ્ન પણ રોળાઈ ગયું હતું.