દિયોદરઃ ઇસમોએ જૂની અદાવત રાખી ઘરમાં તોડફોડ કરી ભારે નુકશાન કર્યુ, 4 લોકો સામે ફરિયાદ
દિયોદર

અટલ સમાચાર, ડેસ્ક
બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના નોખા ગામમાં બંધ 3 થી 4 મકાનોમાં અમુક શખ્સોએ જૂની અદાવત રાખી તોડફોડ કરતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે મકાન માલિકે દિયોદર પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દિયોદર તાલુકાના નોખા ગામમાં રહેતાં વિહાભાઇ ભુરાભાઇ રાજપૂત પોતાના પરિવાર સાથે લાખણી ખાતે રહે છે. જેમના 4 મકાન નોખા ગામમાં આવેલ છે. માં તા. 20 જુલાઇ-2022 ના રોજ અમુક શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી ધોકા-લાકડી વડે ઘર પર હુમલો કરી મોટાભાગે તોડફોડ કરી હતી.
 

મળતી માહિતી મુજબ જેમાં ઘર વખરી અને મકાનના પતરા તેમજ પાણીના બોરને પણ ભારે નુકશાન કરી અમુક શખ્સો ફરાર થઇ ગયા હતા. જેમાં બનાવની જાણ ઘર માલિકને થતાં ઘરના સભ્યો નોખા ગામમાં દોડી આવ્યા હતા. જેમાં મોટાભાગે નુકશાન થયું હોવાનું દેખાતાં અને આરોપીઓ મકાન માલિકને ધમકી આપતાં મકાન માલિકે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અનુપજી ઠાકોર (રહે.લુદરા), મહેશ પ્રહલાદજી ઠાકોર (રહે.ખારી પાલડી), જીતા તખાભાઇ ઠાકોર (રહે.ખારી પાલડી) અને ચંદુજી તખાજી ઠાકોર (રહે.ખારી પાલડી) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે વિહાભાઇ રાજપૂતે જણાવ્યું હતું કે ‘અમો લાખણી હતા તે સમયે આ લોકોએ ખેતરમાં પ્રવેશ કરી તોડફોડ કરી છે. જેમાં અમારે ભારે નુકશાન આવ્યું છે. જે અંગે અમોએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.’