શ્રદ્ધા@બનાસકાંઠા: દીકરીનો જન્મ થતાં શ્રધ્ધાળુ પરિવારે અંબે માતાનાં ચરણે 13 લાખનું સોનું અર્પણ કર્યું, માનતા ફળી

 
Ambaji

અટલ સમાચાર, બનાસકાંઠા 

રાજ્યમાં હાલ નવરાત્રી ચાલી હોય આદ્યશકિત માં અંબાજીના દર્શે રોજ હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે. જોકે નવરાત્રીના પાવન પર્વ નિમિતે કરોડો ભક્તોની આસ્થાના અખૂટ સાગર સમાન યાત્રાધામ અંબાજીમાં વધુ એક ભક્ત દ્વારા દાન કરવામાં આવ્યું છે. સાણંદના એક પરિવાર દ્વારા દીકરી જન્મ માટે માતાજીની માનતા રાખવામાં આવી હતી. ત્યાંરબાદ તેમને ત્યાં દીકરી જન્મના વધામણાં થતા આ પરિવારે અંબાજી મંદિરને 251 ગ્રામ સોનાનું દાન આપ્યું હતું. સાણંદના પરિવારે માનતા પુરી કરી 13.11 લાખના 50 ગ્રામનું 1 બિસ્કીટ અને 1 ગ્રામ સોનાની લગડી દાનમાં આપી હતી.

આજના યુગમાં દીકરી જન્મને લઇને મહિલા સાથે સાસરિયાં પક્ષ દ્વારા મારપીટ કરવાના અને તેને માનસિક રીતે પરેશાની આપવી અથવા ટોણા મારવા સહીતની અનેક ઘટનાઑ સામે આવતી હોય છે. ત્યારે સાણંદના પરિવારે દીકરી જન્મને યશસ્વી ગણાવી ગોલ્ડન ટેમ્પલ તરીકે અગ્રેસર યાત્રાધામ અંબાજી મંદિરમાં સોનાનું દાન કરી સમાજમાં નવો ચીલો ચીતર્યો છે અને દિકરો-દિકરી એક સમાનની ભાવનાને ચરીતાર્થ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પહેલા જુલાઇ માસમાં અંબાજી મંદિરમાં એક ભક્ત દ્વારા 21 લાખનું દાન આપવામાં આવ્યું હતું. રાજસ્થાનના એક ભક્ત દ્વારા મંદિરમાં 21 લાખનું દાન કરાયું હતું. રાજસ્થાનના દાતા દેવેન્દ્ર શર્માએ બનાસકાંઠા કલેકટરની હાજરીમાં 21 લાખનો ચેક અર્પણ કર્યો હતો. દાતાએ બનાસકાંઠા કલેક્ટરની હાજરીમાં 21 લાખનો ચેક અર્પણ કર્યો હતો. તેમજ જુન માસમાં અંબાજી મંદિરને સોનાના મુગટનું દાન મળ્યું હતું. ભક્તો દ્વારા સોનાના દાનનો અવિરત પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે. 118.75 ગ્રામ આ મુકટનું વચન છે જેની કિમંત રૂપિયા 5 લાખ 52 હજાર છે. માં અંબાના અમદાવાદના ભક્તે સોનાના મુગટનું દાન કર્યું હતું.