દાંતાઃ પહાડી વિસ્તારમા આગની જ્વાળાઓ જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો
aag

અટલ સમાચાર, ડેસ્ક
 
બનાસકાંઠાના દાંતામાં પહાડી વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની. દાંતા ગામના પાછળના ભાગમાં આવેલ પહાડી વિસ્તારમા આગની જવાળાઓ જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો. હરીવ વિસ્તારના ટોચ અંદાજીત એક કિલોમીટર વિસ્તારમાં આગ લાગી. જેના કારણે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. જો કે આગ ક્યા કારણોસર લાગી તે સામે આવ્યું નથી.