ડીસાઃ મોટી દુર્ઘટના ટળી, જીપ અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બસના 40 મુસાફરોનો આબાદ બચાવ
ડીસા

અટલ સમાચાર, ડેસ્ક


ડીસાના ભોયણ પાસે જીપ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદથી ધાનેરા તરફ જતી લક્ઝરી બસમાં બેઠેલા 40 જેટલા મુસાફરોનો લક્ઝરી બસ ચાલકને સમયસૂચકતાથી આબાદ બચાવ થયો હતો. જોકે, જીપ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં સ્થાનિક લોકોની મદદથી નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

બનાસકાંઠા આજે એક અમદાવાદ - ધાનેરા જતી લક્ઝરી બસને ડીસાના ભોયણ પાટિયા નજીક જીપ સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. જેમાં બસમાં સવાર 40 જેવા લોકોનો લક્ઝરી બસ ચાલકની સમયસૂચકતાથી આબાદ બચાવ થયો હતો. જોકે, જીપ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં સ્થાનિક લોકોની મદદથી નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે, આ ઘટનાની જાણે પોલીસ વિભાગને થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.