BREAKING: PFI કેસમાં ગુજરાત કનેક્શન, બનાસકાંઠા-અમદાવાદ અને સુરતમાંથી 15 લોકોની અટકાયત

 
NIA 01

અટલ સમાચાર, ડેસ્ક

PFI કેસમાં ગુજરાતમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પૉપુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા (PFI)ના ઠેકાણા પર તપાસ એજન્સીઓએ રેડ કરી છે. ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, આસામ, કર્ણાટક, દિલ્હી અને મહારાષ્ટ્રમાં રાજ્ય પોલીસ PFIના ઠેકાણા પર રેડ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધી 170 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. કેન્દ્રીય એજન્સીઓને જાણકારી મળી હતી કે પહેલા થયેલી રેડના વિરોધમાં PFI હિંસક પ્રદર્શનની યોજના બનાવી રહ્યુ છે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

ગુજરાત ATS દ્વારા અમદાવાદ, ,સુરત, નવસારી અને બનાસકાંઠામાંથી કુલ 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ આ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં PFI સક્રિય નથી પણ તેમની રાજકીય પાર્ટી એસડીપીઆઇ સક્રિય છે, જે 15 લોકોની અટકાયત કરવામાં આવી છે તેમના તાર વિદેશમાં બેઠેલા લોકો સાથે હોવાનું સામે આવ્યુ છે.  આ મામલે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને PFIનું ગુજરાતમાં કોઇ જ અસ્તિત્વ નથી. પરંતુ એક રાજકીય પાર્ટી કે જે SDPI છે કે જે ગુજરાતની અંદર સક્રિય છે અને એક રાજકીય પાર્ટી દ્વારા જ આ પ્રકારે ટેરર ફંડિંગ ઉઘરાવતા હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે. આથી, ગુજરાત ATSએ હાલ જુદા-જુદા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરી કુલ 15 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે અને હાલ તેઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેઓના બેંક એકાઉન્ટ, તેઓના કનેક્શન અને કૉલ ડિટેઇલ્સના આધારે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
 
શું છે PFI ?

PFI એક કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન છે અને આ ખુદને પછાત અને લઘુમતીઓના હકમાં અવાજ ઉઠાવનારૂ સંગઠન ગણાવે છે. આ સંગઠન પ્રથમ વખત 22 નવેમ્બર, 2006માં કેરળમાં નેશનલ ડેવલપમેન્ટ ફ્રંટ (NDF)ના મુખ્ય સંગઠનના રૂપમાં અસ્તિત્વમાં આવ્યુ હતુ. આ દરમિયાન સંગઠન દિલ્હીના રામલીલા મેદાનમાં નેશનલ પૉલિટિકલ કોંફ્રેસ આયોજિત કરીને ચર્ચામાં આવ્યુ હતુ. છેલ્લા કેટલાક દિવસોમાંદેશમાં કેટલીક સાંપ્રદાયિક હિંસામાં તેનું નામ આવી ચુક્યુ છે.

મહત્વનું છે કે, કટ્ટરપંથી ગતિવિધિમાં સામેલ થવાનું કારણ ઘણા સમયથી PFI પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ આ વિચાર કરી રહ્યુ છે અને ગુરૂવારે પણ ગૃહ મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સહિત અન્ય અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. સત્તા પર રહેલી ભાજપે પણ PFI પર હિન્દૂ સંગઠનો સાથે જોડાયેલા કાર્યકર્તાઓની હત્યાનો આરોપ લગાવી ચુકી છે.