પાલનપુરઃ કલાકારની કારીગીરી, એક નારિયેળના આપ્યા અનેક સ્વરૂપો, જાણો કિંમત

અટલ સમાચાર, ડેસ્ક
વડગામના જલોત્રા ગામે એક વ્યક્તિએ શ્રીફળમાંથી અલગ અલગ પ્રકારની અઢીસોથી વધુ ચીજવસ્તુઓ બનાવી છે. જલોત્રા ગામના શંકરભાઈ સાતેક વર્ષ પહેલાં કલર કામ કરતા હતા, એ સમયે તેમના હાથમાં એક શ્રીફળ આવ્યું. ત્યારે શ્રીફળને ઘસીને તેમણે પેઇન્ટ કરી એમાંથી ટી કપ બનાવ્યો હતો. ત્યાર બાદ શંકરભાઈ શ્રીફળમાંથી અલગ અલગ પ્રકારની ચીજવસ્તુઓ બનાવી ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
છેલ્લાં સાત એક વર્ષથી શ્રીફળમાંથી અલગ અલગ વેરાઇટીઓ બનાવવાનું કામ કરું છું. અત્યારસુધી અઢીસો જાતની અલગ અલગ પ્રકારની ડિઝાઇનો બનાવી છે, જેમાં ફૂલદાની, ફૂલ, નારિયેળી, અલગ અલગ જાતના બાઉલ, કપ અને જગ જેવી ઘણી જાતની ડિઝાઇનો બનાવી છે. હું કોઇપણ ટેકનોલોજીના ઉપયોગ વગર આ વસ્તુઓ બનાવું છું, જેથી અમુક વસ્તુ બનાવવામાં બે-ત્રણ દિવસ પણ નીકળી જાય છે. અમુક આઈટેમ 400થી 500માં સેલ થઇ જાય છે, જ્યારે કપ જેવી વસ્તુ હું 100 રૂપિયામાં વેચું છું.
હું પહેલા કલરનું કામ કરતો હતો, એક દિવસ એક શ્રીફળ મારા હાથમાં આવ્યું તો મેં એને ઘસતાં એ ચમકતું થયું. એટલે મેં વચ્ચેથી કાપીને બાઉલ બનાવ્યું અને એમાંથી કપ બનાવ્યો. કપ બનાવ્યા પછી મેં વિચાર્યું કે અલગ અલગ વસ્તુઓ બનાવું તો સારી લાગશે. ત્યાર બાદ નવા નવા વિચારો આવતા ગયા અને હું નવી નવી વેરાઇટીઓ બનાવતો ગયો. મોટા ભાગે વેચાણ મેળામાં જ થાય છે, જ્યારે અમુક લોકો સુરત બાજુથી પણ લેવા આવે છે.
તસવીરોમાં જોઈએ શંકરભાઇની કળા