બનાસકાંઠાઃ “પાણી નહીં તો વોટ નહીં” અખાત્રીજના દિવસે ટ્રેક્ટર રેલી યોજી ખેડૂતો વિરોધ દર્શાવશે
pani

અટલ સમાચાર, ડેસ્ક


ઉનાળામા પાણીની ખૂબ જ જરૂરિયાત હોય છે. આવા સમયમાં જ બનાસકાંઠા વિસ્તારમાં પાણીની તંગી થતાં ખડૂતો ત્રાહીમામ્ પોકારી ગયા છે. આવા સમયમાં દિયોદરમાં ભર ઉનાળે પાણીનો પોકાર ઉઠ્યો છે. “પાણી નહીં તો વોટ નહીં”ના સૂત્ર સાથે દિયોદર અને કાંકરેજ પંથકના ખેડૂતોએ આંદોલનનું બ્યુગલ ફૂંક્યું છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

પાણી ન મળતાં 100 ગામના ખેડૂતો અખાત્રીજના દિવસે એકત્ર થઈ ટ્રેક્ટર રેલી યોજીને ધરણા કરશે. ખેડૂતો સરકાર પાસે પાણીની માંગ કરશે. ખેડૂતોએ વિરોધ વ્યક્ત કરતા ગામે-ગામ “પાણી નહીં તો વોટ નહીં”ના બેનર લગાવ્યા છે. સાથે જ રાજકીય નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.