રિપોર્ટ@અંબાજી: PM મોદીએ પૂજા અર્ચના કરી માં અંબાના આશીર્વાદ લીધા, 6909 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
અટલ સમાચાર, અંબાજી
અંબાજી ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધી હતી. બોલી મારી માં, જય જય અંબેના નારાથી લોકોએ પીએમનું સ્વાગત કર્યું હતું. કેન્દ્ર સરકારના કુલ 4732 કરોડ, અને રાજ્ય સરકારના કુલ 2177 કરોડના મળીને કુલ 6909 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી અંબાજી તેમજ આસપાસના વિસ્તારને પીએમ મોદીએ મોટી ભેટ આપી છે. લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ મોદીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષે તેમજ બનાસકાંઠા ભાજપના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ પુર્ણ થયા બાદ પીએમ મોદી માં અંબાના દર્શન કરવા પહોંચ્યા ત્યાં પૂજા કરી ગબ્બર પહોંચી આરતી કરી હતી.
અંબાજીમાં સંબધોન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે નારી સન્માનની વાત કરીએ છીએ તો આપણા માટે આ ખુબ સહજ વાત લાગે છે, પરંતુ જ્યારે ગંભીરતાથી આના પર વિચાર કરીએ છીએ તો જણાય છે કે આ આપણા સંસ્કારોમાં નારી સન્માન કેટલું રચ્યું પચ્યું છે. દુનિયાભરમાં જે શક્તિશાળી લોકો હોય છે, જ્યાં શક્તિની ચર્ચા થાય છે તો તેમની સાથે તેમના પિતાનું નામ જોડાય છે. આ ફલણા ભાઇનો છોકરો બહાદુર છે. ભારતની પરંપરા જૂદી છે. ભારતમાં, આપણે ત્યાં વીરપુરૂષોની સાથે માતાનું નામ જોડાયું છે. હું ઉદાહરણ આપું છું. જેમકે અર્જૂન મહા વિર પુરૂષ હતા, પરંતુ એવું નથી સાંભળવા મળતું કે તેઓ પાંડું પુરૂષ, જ્યારે પણ સાંભળીયે ત્યારે પાર્થ સાંભળીએ છીએ. પાર્થ એટલે પૃથા(કુંતિ) પુત્ર તરીકે ઓળખાયા. એવી જ રીતે ભગવાન કૃષ્ણ, સર્વ શક્તિમાન તેમનો જ્યારે પરિચય થાય છે ત્યારે દેવકીનંદન કૃષ્ણ એવી રીતે થાય છે, હનુમાનજીની વાત આવે ત્યારે અંજનીપુત્ર હનુમાન. એટલે માતાના નામની સાથે વીરોના નામ આપણા દેશમાં માના મહાત્વમને આપણા સંસ્કારની પૂંજી સમાન મળ્યું છે. આ સંસ્કારી છે. આપણા દેશ ભારતને પણ માતાના રૂપમાં જોઈએ છીએ. ખુદને મા ભારતીની સંતાન માનીએ છીએ.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આપણે હંમેશા અહીં આવીએ છીએ અહીં આવીએ છીએ તો નવી ઉર્જા, નવી પ્રેરણા, નવો વિશ્વાસ લઇને જઇએ છીએ. મા અંબાના આશીર્વાદથી આપણને આપણા તમામ સંકલ્પોની સિદ્ધિ માટે શક્તિ મળશે, તાકાત મળશે. વિકસિત ભારતનો વિરાટ સંકલ્પ દેશે લીધો છે, ત્યારે 25 વર્ષમાં આપણે હિન્દુસ્તાનને વિકસિત રાષ્ટ્ર બનાવીને રહીશું. જ્યારે આપણે નારી સન્માનની વાત કરી છીએ ત્યારે આપણને આ વાત સાવ સહજ લાગે છે. પણ જ્યારે ગંભીરતાથી આના પર વિચાર કરીએ ત્યારે આપણાં સંસ્કારોમાં જ નારી સન્માન વસ્યું છે, વિકસિત ભારતનો વિરાટ સંકલ્પ દેશે લીધો છે, ત્યારે 25 વર્ષમાં આપણે હિન્દુસ્તાનને વિકસિત રાષ્ટ્ર બનાવીને રહીશું.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આ પાવન અવસરે, મને બનાસકાંઠાની સાથો સાથ ગુજરાતના અનેક જિલ્લાઓને હજારો કરોડ રૂપિયાની યોજના ઉપહાર દેવાનો અવસર મળ્યો છે. 45000થી વધુ ઘરોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત સાથે 61 હજાર લાભાર્થીઓ છે. આ તમામ લાભાર્થીઓને શુભકામનાઓ. આ વખતે આ સૌની દિવાળી નવા ઘરમાં મનશે. પોતાના ખુદના ઘરમાં મનાવી શકશો. જેમણે જીંદગી ઝૂંપડામાં કાઢી હોય તેને પાકા ઘરમાં દિવાળી ઉજવવાની હોય તો ખુશી થાય.