વડગામઃ સત્યમેવ જયતે જનસભામાં કોંગ્રેસના આ ધારાસભ્યએ જીગ્નેશ મેવાણી માટે પોતાની સીટ છોડવાની તૈયારી બતાવી

અટલ સમાચાર, ડેસ્ક
આસામની જેલમાં 9 દિવસ રહ્યા બાદ જીગ્નેશ મેવાણી તેમના વતન વડગામ પહોંચ્યા છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને સત્કારવા માટે જિલ્લા કોંગ્રેસ દ્વારા મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડગામ ખાતે સત્યમેવ જયતે જનસભામાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, ધારાસભ્ય શિવા ભાઈ ભુરીયા, કાંતિ ખરાડી નાથાભાઈ પટેલ ગેનીબેન ઠાકોર સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.આ દરમિયાન વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વાવ સીટ પર જીજ્ઞેશ મેવાણીનું સ્વાગત છે. જો તેઓ ત્યાંથી લડશે તો તમારા માટે બેઠક છોડવા તૈયાર. આમ જીગ્નેશ મેવાણી માટે વિધાનસભાની ચૂંટણી પહેલા ગેનીબેને મોટી જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
આ નગર પાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપે પાડી દીધો મોટો ખેલ, કોંગ્રેસને લાગશે ઝટકો
દીવ: નગર પાલિકામાં નવા જુનીના એંધાણ છે. દીવ નગર પાલિકામાં ભાજપ મોટો ખેલ પાડવા જઈ રહી છે. અહીં કોંગ્રેસના 7 સભ્યો આજે ભાજપમાં જોડાઈ તેવી શક્યતા છે. નોંધનીય છે કે, દીવ નગર પાલિકા પર કોંગ્રેસનો કબજો હતો. જૂનમાં ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપે ખેલ ખતમ કર્યો છે. કુલ 13 બેઠકો છે જેમાં 3 ભાજપ અને 10 કોંગેસના સદસ્યો હતા. આજે 7 સદસ્યો ભાજપમાં જોડાય તેવી શકય છે. ઘોઘળાં ખાતે સવારે 11 વાગ્યે દમણ દીવ ભાજપ પ્રભારી વિજયારાજની અધ્યક્ષતામાં આ સભ્યો કેસરિયા ધારણ કરે તેવી શક્યતા છે.