બનાસકાંઠાઃ પ્રોહિબિશન ગુનાના એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો
ઢીમા ગામના ચાર રસ્તા પાસેથી વાવ પોલીસ સ્ટેશન પ્રોહિબિશન ગુનાના નાસતા ફરતા આરોપી સુરેશ કરસનભાઈ રાજપૂત (રહે. કારબુણ, થરાદ)ને બ પકડી પાડી આગળની કાર્યવાહી માટે દાંતીવાડા પોલીસને સોંપવામાં આવ્યો છે.

અટલ સમાચાર, ડેસ્ક
બનાસકાંઠા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન ગુનાના એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે આરોપીને ઝડપી પાડી દાંતીવાડા પોલીસને સોંપવામાં આવ્યો છે. દાંતીવાડા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
વાવ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. એલસીબી પોલીસના બી.આર. ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ આર.જી. દેસાઈ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ સ્ટાફના માણસો વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમી હકીકત આધારે ઢીમા ગામના ચાર રસ્તા પાસેથી વાવ પોલીસ સ્ટેશન પ્રોહિબિશન ગુનાના નાસતા ફરતા આરોપી સુરેશ કરસનભાઈ રાજપૂત (રહે. કારબુણ, થરાદ)ને બ પકડી પાડી આગળની કાર્યવાહી માટે દાંતીવાડા પોલીસને સોંપવામાં આવ્યો છે.