લાખણીઃ ગામના સરપંચે દારૂ વેચનાર કે પીનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવ્યું
bk

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના બોટાદ માં થયેલા લઠ્ઠાકાડના પડઘા હવે બનાસકાંઠામાં પડ્યા. દારૂના દૂષણથી ગામલોકોને બચાવવા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક સરપંચો દ્વારા પોલીસને પત્ર લખી ગામમાં દારૂ બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી રહી છે. જેમાં લાખણી તાલુકાના જડીયાલી ગામના સરપંચ દ્વારા ગામમાં ઢોલ વગાડી દારુ બંધ કરવા સૂચન કરવામાં આવ્યું છે. દારૂ વેચનાર કે પીનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચન આપ્યું છે.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક ગામના સરપંચમાં દારૂને લઈ કડાકાઈ જોવા મળી રહી છે. જેમાં કેટલાક સરપંચોએ પોલીસને પત્ર નથી પોતાના ગામમાં દારૂ બંધ કરાવવા રજૂઆત કરી છે. જ્યારે લાખણી તાલુકાના જડીયાલી ગામના સરપંચે ગામમાં ઢોલ વગાડી ગામના લોકોને સૂચન કર્યું છે. સમગ્ર ગામમાં ઢોલ વગાડીને ગમના લોકોને સૂચનાઓ આપવામાં આવી છે કે, જે જડીયાલી ગામમાં દારૂ વેચશે, ગાળશે કે પીશે તો તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.