ચૂંટણી2022@ગુજરાત: યુથ કોંગ્રેસના હોદ્દેદારો ચૂંટણી લડવા ટિકિટ માંગી, ઉત્તરની આ બેઠક પર થશે ખેંચતાણ ?

અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે રાજકારણ ગરમાઇ રહ્યું છે. તેવામાં હવે કોંગ્રેસ પાર્ટીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગુજરાતની ધંધુકા, છોટાઉદેપુર અને પાલનપુર એમ 3 બેઠકો પર ખેંચતાણ થવાની સંભાવના છે. જેનું કારણ એ છે કે, 3 સિટિંગ ધારાસભ્યો સામે યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. સૂત્રોનું માનીએ તો ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ટિકિટ માંગી છે.
ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સંગ્રામ રાઠવા, યુથ કોંગ્રેસના મહામંત્રી અંકિતાબેન ઠાકોર, યુથ કોંગ્રેસના બનાસકાંઠાના ઉપપ્રમુખ સંજય ચૌધરી, યુથ કોંગ્રેસના મહામંત્રી ઉપેન્દ્રસિંહ જાડેજા, યુથ કોંગ્રેસના પંચમહાલ જિલ્લાના પ્રમુખ મિકી જોસેફ, યુથ કોંગ્રેસના મહામંત્રી રાહુલ પરમાર અને યુથ કોંગ્રેસના મહામંત્રી ઈરફાન શેખે ટિકિટની માંગ કરી છે.
અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
ઉત્તર ગુજરાતના પાલનપુરમાં થશે ટિકિટ માટે ખેંચતાણ ?
આ સિવાય યુથ કોંગ્રેસના મહામંત્રી અંકિતાબેન ઠાકોરે બનાસકાંઠાની પાલનપુર બેઠક પરથી દાવેદારી નોંધાવી છે. અંકિતાબેન ઠાકોર કે જેઓ પાલનપુર નગરપાલિકાના સદસ્ય છે. યુથ કોંગ્રેસના બનાસકાંઠાના ઉપપ્રમુખ સંજય ચૌધરી કે જેઓએ પાલનપુર બેઠક પર દાવેદારી નોંધાવી છે. સંજય ચૌધરી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પણ છે.

ધંધુકા, છોટાઉદેપુર, પાલનપુર બેઠક ઉપર ખેંચતાણ થશે ?
મહટાવનું છે કે, ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ ધંધુકા બેઠક પર દાવેદારી નોંધાવી છે. હરપાલસિંહ ચુડાસમા અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે. ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સંગ્રામ રાઠવા કે જેઓએ છોટા ઉદેપુર બેઠક પર દાવેદારી નોંધાવી છે. સંગ્રામ રાઠવા કે જેઓ છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પણ છે.
આ તરફ ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી ઉપેન્દ્રસિંહ જાડેજાએ કચ્છની માંડવી બેઠક પરથી દાવેદારી નોંધાવી છે. યુથ કોંગ્રેસના પંચમહાલ જિલ્લાના પ્રમુખ મિકી જોસેફે ગોધરા બેઠક પરથી દાવેદારી નોંધાવી છે. યુથ કોંગ્રેસના મહામંત્રી રાહુલ પરમારે અમદાવાદની અસારવા બેઠક પર દાવેદારી નોંધાવી છે. યુથ કોંગ્રેસના મહામંત્રી ઈરફાન શેખે સુરતની લિંબાયત બેઠક પરથી દાવેદારી નોંધાવી છે.