કાર્યક્રમ@બનાસકાંઠા: PM મોદીએ થરાદથી 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત-વિકાસકાર્યોનું મુહૂર્ત કર્યું

 
PM

અટલ સમાચાર, થરાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  આજે બનાસકાંઠા જિલ્લાના થરાદથી ₹ 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોનું મુહૂર્ત કર્યું છે. જિલ્લામાં પાણીને લગતા વિવિધ કાર્યો તેમાં સામેલ છે.  રાજ્યને પાણીદાર બનાવવા માટે દૂરંદેશી કામગીરીનો જે પાયો તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ નાખ્યો હતો, તેને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરીને નાગરિકોની સુખાકારીમાં ઉમેરો કર્યો છે. 

PM મોદીએ થરાદ ખાતેથી પાઈપલાઈન, ડિસ્ટ્રીબ્યુશન કેનાલ, ગામડાઓમાં પાણીસંગ્રહની વધારાની સુવિધાઓ, તેમજ નવા બેરેજ બાંધકામની કામગીરીનું ખાતમુહૂર્ત અને જાહેરત કરવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં પાણીને લગતી સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવાની દિશામાં આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.  તેના લીધે આવનારા દિવસોમાં ખેડૂતોને મોટાપાયે ફાયદો થશે. કામગીરીની વિગતો નીચે પ્રમાણે છે. 

કઈ-કઈ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત? 

કસરા-દાંતીવાડા પાઇપલાઈન 
નર્મદા મુખ્ય નહેરમાંથી નાંખવામાં આવશે પાઈપલાઈન
કસરાથી દાંતીવાડા સુધીની નવી પાઈપલાઈન 
બનાસકાંઠાના 74 અને પાટણના 32 ગામને મળશે લાભ
કુલ 7 હજાર 500 હેક્ટર વિસ્તારને મળશે લાભ
અંદાજે 4 હજાર 200 ખેડૂતોને મળશે લાભ
આ યોજના માટે અંદાજે 1 હજાર 566 કરોડનો ખર્ચ 
ડીંડરોલ–મુક્તેશ્વર પાઇપલાઈન

સિદ્ધપુરના ડીંડરોલથી દાંતીવાડા સુધીની નવી પાઈપલાઈન 
બનાસકાંઠાના 25 અને પાટણના 5 ગામને મળશે ફાયદો
કુલ 3 હજાર હેક્ટર વિસ્તારને થશે લાભ
અંદાજે 1 હજાર 700 ખેડૂતોને મળશે લાભ 
આ યોજના માટે 191 કરોડનો ખર્ચ
સુઈગામ ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટરી

બનાસકાંઠામાં 22 ગામોના સિંચાઇ આપવા ડિસ્ટ્રિબ્યુટરી બનાવવાની યોજના
ડિસ્ટ્રિબ્યુટરીની લંબાઈ 34 કિ.મી.
14 હજાર 700 હેક્ટર વિસ્તારમાં ફાયદો
અંદાજે 7 હજાર 500 ખેડૂતોને ફાયદો
આ યોજના માટે 88 કરોડનો ખર્ચ
કાંકરેજ, દિયોદર અને પાટણ માટે પાણી પુરવઠાની યોજના

સંગ્રહ ક્ષમતા વધારવાના કરવામાં આવશે કામગીરી
100 ગામડાઓને યોજનાથી મળશે ફાયદો 
અંદાજે 3.02 લાખ લાભાર્થીને થશે ફાયદો
આ યોજના માટે 13 કરોડનો ખર્ચ 
સુજલામ સુફલામ નહેર સુધારણાના કામો

332 કિ.મી. લાંબી નહેરનું કરવામાં આવશે નિર્માણ
2 હજાર ક્યૂસેક સુધીની વહનક્ષમતાના લીધે પાણીને સરળતાથી દૂર સુધી પહોંચાડી શકાશે 
નહેર તેમજ સ્ટ્રકચર્સ સુધારણાનો અંદાજે 1 હજાર 500 કરોડ ખર્ચ
1 હજાર 111 તળાવો અને 3.7 લાખ એકર વિસ્તારને આ યોજનાનો લાભ
661 ગામો અને અંદાજે 1.25 લાખ ખેડૂતોને મળશે લાભ
સાબરમતી નદી પર 4 નવા બેરેજનું બાંધકામ

14 હજાર હેક્ટર વિસ્તારને ફાયદો
અંદાજે 10 હજાર ખેડૂતોને મળશે લાભ
મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગરના 5 તાલુકાના 39 ગામોને લાભ
આ યોજના માટે 1 હજાર કરોડનો ખર્ચ
4 જળાશય આધારીત ઉદ્વવહન સિંચાઈ યોજના

માલપુર, મેઘરજ અને  મોડાસા તાલુકાના તળાવો ભરવાની કામગીરી
7 તાલુકાના 182 તળાવોમાં થશે કામગીરી
આ યોજના માટે 700 કરોડનો ખર્ચ
6 હજાર 150 હેક્ટર વિસ્તારને મળશે સિંચાઈનો લાભ
11 હજાર ખેડૂતોને મળશે આ યોજનાનો ફાયદો
તળાવ જોડાણના કામો

હયાત અને નવીન પાઈપલાઈન દ્વારા થશે કામગીરી 
ધાનેરા, દિયોદર અને ચાણસ્મા તાલુકાના 99 તળાવોને થશે ફાયદો
10 હજાર હેક્ટર વિસ્તારને મળશે લાભ
અંદાજે 5 હજાર ખેડૂતોને થશે ફાયદો
આ યોજના માટે 625 કરોડનો ખર્ચ 
મોટીદાઉ પાઈપલાઈન લંબાવવાની કામગીરી

મહેસાણાના 33 અને બનાસકાંઠા જિલ્લાના 64 ગામને ફાયદો
6 હજાર હેક્ટર વિસ્તારને થશે ફાયદો
4 હજાર ખેડૂતોને યોજનાનો મળશે લાભ
મુખ્ય પાઈપલાઈનની લંબાઈ 65 કિ.મી.
વહન ક્ષમતા 200 ક્યૂસેક
આ યોજના માટે 550 કરોડનો ખર્ચ
મોટા ચેકડેમની કામગીરી

56 મોટા ચેકડેમ બનાવવાની કરવામાં આવશે કામગીરી
ખારી નદી પર 3 ચેકડેમ બનાવવાની કામગીરી
પુષ્પાવતી નદી પર 13 ચેકડેમ બનાવવાની કામગીરી
રૂપેણ નદી પર 18 ચેકડેમ બનાવવાની કામગીરી
મેશ્વો નદી પર 12 ચેકડેમ બનાવવાની કામગીરી
દાતા અને અમીરગઢ તાલુકામાં 10 મોટા ચેકડેમની કામગીરી
આ યોજના માટે 430 કરોડનો ખર્ચ
ચેકડેમથી 5 હજાર હેક્ટર વિસ્તારમાં થશે ફાયદો
અંદાજે 9 હજાર ખેડૂતોને મળશે લાભ