પાલનપુરઃ ઇસમોએ શ્વાનની હત્યા કરતાં જીવદયા પ્રેમીઓમાં આક્રોશ ભભુકી ઉઠતાં ચારેકોર ફિટકાર

સમગ્ર ઘટના ફરિયાદી ભીખાભાઇ ખેતાભાઇ ભાટીયાના ઘરે લગાવેલ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેના આધારે ભીખાભાઇ ખેતાભાઇ ભાટીયા એ બીજા  દિવસે ગઢ પોલીસ મથકમાં જાણ કરી હતી. 
 
પાલનપુર

 અટલ સમાચાર, ડેસ્ક


પાલનપુર તાલુકાના ગઢ ગામમાં રહેતા(૧)ચમનભાઈ રામજીભાઈ રૂનીયા (૨) ખેમાભાઈ હીરાભાઈ ભાટિયા આ બંને ઈસમોએ શેરીમાં વસવાટ કરતા અબોલા મૂંગા શ્વાનને 21/04/2022 ના રોજ રાત્રિના સાડા નવ વાગ્યાની આજુબાજુ  વગર વિચારે ક્રુરતા પુર્વક લાકડીઓ  ફટકારી માર મારતાં એક શ્વાનુ નું સારવાર દરમિયાન મોત થયુ હતુ. જે સમગ્ર ઘટના ફરિયાદી ભીખાભાઇ ખેતાભાઇ ભાટીયાના ઘરે લગાવેલ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેના આધારે ભીખાભાઇ ખેતાભાઇ ભાટીયા એ બીજા  દિવસે ગઢ પોલીસ મથકમાં જાણ કરી હતી. 

ગઢ

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ગઢ પોલીસે આ બનાવ અંગે ભીખાભાઇ ભાટીયાની ફરિયાદ નોંધી આ બંન્ને ઇસમો વિરુદ્ધ એનિમલ એક્ટ મજબ આઇ.પી.સી 429,114,11(1)L,119 મુજબ ફરિયાદ નોંધી કાયદેસર ની તપાસ હાથ ધરી છે. વધુ માં સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યુ હતુ કે આવી રીતે મુંગા પ્રાણીઓ ઉપર ક્રુરતા પુર્વક હુમલો કરનાર  આવા ઇસમો સામે સરકાર દ્વારા કડક માં કડક સજા થાય તેવી માંગ કરાઇ હતી.