પાલનપુરઃ પતિ અને સાસુએ ભેગા મળી ભાડૂતી હત્યારાઓ બોલાવી પત્નીને ગળેફોસો આપી મોતને ગાટ ઉતારતા ચકચાર

 

દરમિયાન ગત તા.22 ઓગષ્ટના રોજ ગીતાબેન ફોફને તેમના પતિ મનજીભાઈ ભીખાભાઇ ફોફ અને સાસુ સંતોકબેન ભીખાભાઇ ફોફ એ તેમના ભાગીયા છોટારામ કાળુજી ડાભી રહે. ઘાઘુ તા.અમીરગઢ, ભીમાભાઈ પૂનાભાઈ પરમાર રહે.દલાપુરા જી.પિંડવાડા અને વિશનારામ પરમાર રહે. હિલવાની મદદથી ગળે ટૂંપો આપી મોત નીપજાવ્યું હતું.

 
bk

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ઉત્તમપુરા મલાણા ગામે પતિ તેમજ સાસુ મળી ભાગીયાઓની મદદથી ત્રણ સંતાનની જનેતાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી હતી અને મહિલાની હત્યાને આત્મહત્યામાં ખુપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ  મામલે મૃતકના ભાઈએ તેના બનેવી તેમજ મૃતકની સાસુ અને ત્રણ ભાગીયા સહીત પાંચ વ્યક્તિ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરાવતા પોલીસે ચાર આરોપીને ઝડપી પાડયા છે.પોલીસે મૃતક મહિલાના પતિ અને તેના હત્યારાના રિમાન્ડ મેળવી અને કયા કારણોસર હત્યા કરાવી છે તેની તપાસ હાથ ધરી છે

 પાલનપુર તાલુકાના મલાણા ગામના દેવજીભાઈ નરસુંગભાઈ ચૌધરી ની બહેન ગીતાબેનના લગ્ન ઉત્તમપુરા મલાણાના ગામના માનજીભાઈ ભીખાભાઇ ફોફ સાથે કરેલા હતા. આ પરણીતાને ત્રણ સંતાન હતા, પરતું મનજીભાઈ પોતાની પત્નીને યેનકેન પ્રકારે શારીરિક અને માનસિક ત્રાસ ગુજરાતા હતા.  દરમિયાન ગત તા.22 ઓગષ્ટના રોજ ગીતાબેન ફોફને તેમના પતિ મનજીભાઈ ભીખાભાઇ ફોફ અને સાસુ સંતોકબેન ભીખાભાઇ ફોફ એ તેમના ભાગીયા છોટારામ કાળુજી ડાભી રહે. ઘાઘુ તા.અમીરગઢ, ભીમાભાઈ પૂનાભાઈ પરમાર રહે.દલાપુરા જી.પિંડવાડા અને વિશનારામ પરમાર રહે. હિલવાની મદદથી ગળે ટૂંપો આપી મોત નીપજાવ્યું હતું.

 
 સુત્રોએ જણાવ્યું હતુકે, મૃતક ગીતાબેનના ભાઈ દેવજીભાઈ ચૌધરીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે પોતાની બહેન ને ગળે ટૂંપો આપી હત્યા કરાઈ હોવાની પોતાના બનેવી સહિત પાંચ વ્યક્તિ સામે ગુનો દાખલ કરાવ્યો હતો મૃતકના શરીર પર ઇજાના નિશાનથી હત્યા કરાઈ હોવાનું માલૂમ પડ્યું હતું ઉત્તમપુરા મલાણાની ગીતાબેનનું ટૂંપો આપવાથી મોત થતા તેના પતિએ બનાવ અંગે તેમના સાસરીપક્ષમાં જાણ કરતા તેમના સાળા દોડી આવ્યા હતા અને મૃતકના ગળા તેમજ શરીરના ભાગે ઇજાના નિશાન જણાઈ આવતા મૃતકની હત્યા કરાઈ હોવાનું  જણાઇ આવતા ફરિયાદ કરાઇ હતી.