પાલનપુરઃ વ્યવસાય વેરો ન ભરનારા 85 વેપારીઓને નોટિસ, ત્રણ દુકાનો સીલ કરી, બાકીદાર વેપારીઓમાં ફફડાટ ફેલાયો
બનાસકાઠા

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાઠા જીલ્લાના પાલનપુર નગરપાલિકા દ્વારા વિવિધ વેપાર ધંધાનો બાકી વ્યવસાય વેરાની વસૂલાત કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં બાકી વેરા મામલે શહેરના 85 જેટલા વેપારીઓને નોટિસો પાઠવવામાં આવી છે. તેમજ ધણીયાણા ચાર રસ્તા વિસ્તારમાં વેરો ન ભરનારા વેપારીઓની ત્રણ દુકાનો સિલ પણ કરવામાં આવી છે. તેમજ સ્થળ પર 54 હજાર ઉપરાંતની વેરા વસૂલાત કરવામાં આવી હતી.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

પાલનપુરમાં વ્યવસાય ધંધો કરતા કેટલાક વેપારીઓ નગરપાલિકાનો વ્યવસાય વેરો ભરવામાં લાપરવાહી દાખવતા હોવાથી પાલિકાની વ્યવસાય વેરા શાખા દ્વારા વેપારીઓના બાકી લેણાની વસૂલાત કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વ્યવસાય વેરા અધિકારી કમલેશ ત્રિવેદી અને તેમની ટીમે બાકી વેરા મામલે 85 જેટલા વેપારીને નોટિસો ફટકારી છે.

વેપારીઓમાં ફફડાટ ફેલાયો આ ઉપરાંત ધણીયાણા ચાર રસ્તા વિસ્તારની જુદીજુદી ત્રણ દુકાનોને સિલ કરી સ્થળ પર બાકી વેરો રૂ.54,842ની વસૂલાત કરવામાં આવી છે. પાલિકા દ્વારા દુકાનો સિલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવતા બાકીદાર વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.