પાલનપુરઃ શિક્ષિકાએ પોતાને હેરાન કરતાં શખ્સ અને તેની પત્નીની પજવણીથી ત્રાસી ઝેરી દવા ગટગટાવી

આથી તે પરત આવી હતી. તે પછી ટીંકલબેને પોતાના મોબાઈલથી શિક્ષિકાને અભદ્ર ભાષામાં મેસેજ કરતા શિક્ષિકાને લાગી આવ્યું હતું અને તેણે દવા પી લીધી હતી.આ બનાવે ચકચાર જગાવી છે.
 
દવા

અટલ સમાચાર, ડેસ્ક

પાલનપુરની એક ખાનગી સ્કુલમાં ફરજ બજાવતી શિક્ષિકાએ પોતાને હેરાન કરતાં શખ્સ અને તેની પત્નીની પજવણીથી ત્રાસી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેણીને પાલનપુર સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ અંગે બંને સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પાલનપુરની ખાનગી સ્કુલમાં ફરજ બજાવતાં શિક્ષિકા ઘરેથી સ્કુલે ચાલતા જતા ત્યારે શહેરના પારપડારોડ વૃંદાવન સોસાયટીમાં રહેતો તરૂણભાઇ ભરતભાઇ ત્રિવેદી રસ્તામાં આવી હેરાન કરતો હતો. તેણી ઘરે હોય ત્યારે ઘર આગળ આંટા ફેરા મારતો હતો. અને જુદાજુદા નંબરથી મેસેજ કરી હેરાન કરતો હતો. આ અંગે શિક્ષિકા તેના ઘરે કહેવા જતાં તરૂણની પત્ની ટીંકલબેને મોબાઇલ ઉપર અભદ્ર ટીપ્પણી કરતો મેસેજ કર્યો હતો. જેનાથી લાગી આવતાં શિક્ષિકાએ પોતાના ઘરમાં પડેલી ઝેરી દવા પી લીધી હતી. તેણીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

આ અંગે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.નોંધનીય છે કેશિક્ષિકા પતિ પત્નીના ઘરે ગઈ હતી. જ્યાં તરુણ ત્રિવેદીને પોતાને હેરાન ન કરવા માટે સમજાવ્યો હતો. જોકે, તે અને તેની પત્ની ટીંકલબેન શિક્ષિકાને સામે થઈ ગયા હતા. આથી તે પરત આવી હતી. તે પછી ટીંકલબેને પોતાના મોબાઈલથી શિક્ષિકાને અભદ્ર ભાષામાં મેસેજ કરતા શિક્ષિકાને લાગી આવ્યું હતું અને તેણે દવા પી લીધી હતી.આ બનાવે ચકચાર જગાવી છે.