બનાસકાંઠાઃ પોલીસની ઓળખાણ બનાવી લૂંટ આચરી ફરાર થયેલા 3 ઇસમોને પોલીસે 1.48 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા

ડીસા અને ચંડીસરના ત્રણ શખ્સોએ પોલીસની ઓળખાણ બનાવી લૂંટ આચરી ફરાર થઈ જતા બનાસકાંઠા એલસીબી પોલીસે લૂંટ આચરતી ગેંગને ઝડપી પાડી છે.
 
બનાસકાઠા

અટલ સમાચાર, ડેસ્ક


ગુજરાતમાં નકલી પોલીસ બની અનેક ઇસમો આમ આમ જનતાને લૂટે છે. બનાસકાંઠા જીલ્લાના પાલનપુરના મોટા પાસેથી નકલી પોલીસે લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. એલસીબી પોલીસ તરીકે ઓળખાણ આપી પોલીસનો દંડો બતાવી કાર ચાલક પાસેથી 38 હજાર રૂપિયાની લૂંટ ચલાવી 3 શખ્સો ફરાર થઈ ગયા હતા. ડીસા અને ચંડીસરના ત્રણ શખ્સોએ પોલીસની ઓળખાણ બનાવી લૂંટ આચરી ફરાર થઈ જતા બનાસકાંઠા એલસીબી પોલીસે લૂંટ આચરતી ગેંગને ઝડપી પાડી છે.

  એલસીબી પોલીસ સ્ટાફ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલી કે, ગઢ પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં સંડોવાયેલી સેન્ટ્રો ગાડી અને તેનો ચાલક ડાયા ઠાકોર, ચંડીસરનો શૈલેષ ઠાકોર અને ડીસાનો દશરથ ઠાકોર મોટા ગામના પાટિયા નજીક ફરિયાદીની ગાડી રોકાવી એલસીબી પોલીસ તરીકે ઓળખાણ આપી પોલીસ દંડો બતાવી ફરિયાદી પાસેથી રોક 38 હજારથી વધુની લૂંટ લઈ ભાગી ગયા હતા. જે ઉભા છે. જેથી પોલીસે રેડ કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડ રકમ 28 હજાર તથા સેન્ટ્રો ગાડી સહિત કુલ મુદ્દામાલ 1 લાખ 48 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.