ગંભીર@પાંથાવાડા: મતદારોનો વિશ્વાસ રામ ભરોસે?, સેસ કૌભાંડ આચરી કરોડો વાપરી નાખ્યા, માર્કેટ બચાવો

સમગ્ર મામલે જિલ્લા રજીસ્ટ્રાર કચેરી દ્વારા પારદર્શક તપાસ થાય તો મતદારોનો વિશ્વાસ પણ મજબૂત થઈ શકે છે.
 
પાથાવાડા

  અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાંથાવાડા માર્કેટયાર્ડમાં એક ઉપર એક કથિત કૌભાંડની હારમાળા સર્જી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પ્લોટ સહિતના વહીવટી અને નાણાંકીય નિર્ણયોમાં આપખુદ બનેલા સત્તાધિશોએ ગત વર્ષોમાં માર્કેટયાર્ડનુ સેસ કૌભાંડ પણ આચર્યું હોવાના અણસાર મળી રહ્યા છે. કાચી અને પાકી સેસ મામલે ગત વર્ષોના હિસાબો ચકાસવામાં આવે કૌભાંડમાં કોણે કાળા હાથ હાથ કર્યા તે સામે આવી શકે છે. સૂત્રોએ જણાવ્યા મુજબ અન્ય બજાર સમિતિની જેમ પાંથાવાડા માર્કેટયાર્ડની તપાસ થાય તો સેસ મામલે કરોડોની રિકવરી મળે તેમ છે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા માર્કેટયાર્ડના (અ) પારદર્શક વહીવટ મામલે વધુ એક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પ્લોટ ફાળવણી, કર્મચારીઓની ભરતી, બાંધકામ સહિતમાં ભયંકર અનિયમિતતા હોવાની તપાસ હજુ નિર્ણય ઉપર નથી આવી અને હવે વધુ એક ગંભીર નાણાંકીય બાબત સામે આવી છે. વર્ષ 2005થી 2015 દરમ્યાન મસમોટું સેસ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સેસની રકમ બાબતે કાચી અને પાકી સેસ કેટલી આવી, કેટલી જમા લીધી, વેપારીઓએ ભરેલી સ્થિતિ સહિતના હિસાબોની ક્રોસ તપાસ થાય તો કરોડોની ખાયકી સામે આવી શકે છે. જાણકારોના મતે, સેસની મોટાભાગની રકમ ચોપડે નથી ચડાવી અને ઘરભેગી કરી હોવાની બૂમરાણ છે. સમગ્ર મામલે જિલ્લા રજીસ્ટ્રાર કચેરી દ્વારા પારદર્શક તપાસ થાય તો મતદારોનો વિશ્વાસ પણ મજબૂત થઈ શકે છે.

પાથાવાડા 1


પાંથાવાડા માર્કેટયાર્ડમાં જે સમયના સેસ હિસાબના ગોટાળાની આશંકા છે તે દરમિયાન ચોક્કસ આગેવાનનું શાસન રહ્યું છે. આ સમયે ગુરૂ અને ચેલાએ ભેગા મળી કેટલાક ડિરેક્ટરને ફોસલાવી સેસનો હિસાબ જાણે ઘરની પેઢી હોય તેમ ઉધાર્યો હતો. જો સેસની રકમનો સંપૂર્ણ સાચો હિસાબ થયો હોત તો આજે પાંથાવાડા માર્કેટયાર્ડને સેસ હેઠળ કરોડોનું વધારાનું ભંડોળ ઉભું થઇ શક્યું હોત તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
પાથાવાડા 6 જો પાંથાવાડા માર્કેટયાર્ડના સભ્ય એવા જિલ્લા રજીસ્ટ્રાર સમગ્ર મામલે પારદર્શક અને તટસ્થ તપાસ કરશે તો "જોડકી" ના કૌભાંડના પાયા હલી શકે છે. આટલું જ નહિ સેસ કૌભાંડમાં કાળા હાથ કર્યાનું સામે આવશે તો બેનંબરી નાણાં ભેગા કર્યાની એસીબીએ/ઈડી તપાસ થાય તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નહિ. આ પરિસ્થિતિ પારખી કૌભાંડી જોડકી સત્તાનો દુરૂપયોગ કરી રાજકીય વગ વાપરી રજીસ્ટ્રાર કચેરીની સુઓમોટો તપાસમાં આડસ બનવા મથી રહી છે.