બનાસકાંઠાઃ શાળાથી પરત ફરી રહેલા ધો.7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું અજાણ્યા વાહનની ટક્કરે મોત
બીકે

અટલ સમાચાર, ડેસ્ક


બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના ખાણોદર ગામના ધો.7માં અભ્યાસ કરતા કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી મોત નિપજાવી ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.ખાણોદર ગામ પાસે સોમવારે શાળા છુટવાના સમયે ધોરણ સાતમાં અભ્યાસ કરતો સિધ્ધરાજ ખાણોદર જુના ગામે પ્રાથમિક શાળાથી પાલડી ચાર રસ્તા તરફ ચાલતો આવી રહ્યો હતો તે દરમિયાન વાહન ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી ધડાકાભેર ટક્કર મારતા સિદ્ધરાજને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ત્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી સિદ્ધરાજને દિયોદર દવાખાને સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન વિધાર્થીનું કરૂણ મોત નિપજતા પરિવારજનો ઉપર આભ ફાટ્યું હતું મૃતક વિદ્યાર્થી મૂળ કાંકરેજના પાદરડી ના ઘેર ખાણોદર ગામે જયંતીજી બાવાજી ઠાકોરના ઘરે રહી ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. દિયોદર પોલીસ મથકે જાણ કરાતા પોલીસે વાહનચાલક સામે ગુનો નોંધ્યો છે.