થરાદઃ પોલીસે રહેણાંક ઘર અને ખેતરમાંથી રેડ કરી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ઇસમની ધરપકડ

જેની કિંમત 88 હજાર 320 રૂપિયાના પ્રોહી મુદ્દામાલ કબજે કરી રેડ દરમ્યાન પકડાઈ ગયેલા આરોપી બળવંતભાઈ વણાજી ચૌહાણ તથા પ્રોહી મુદ્દામાલ ઉતારી મદદ કરનાર હેમજીભાઈ બળવંતભાઈ ચૌહાણ રહે.મોરથલ થરાદવાળો હાજર
 
થરાદ

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠા જીલ્લામાં અનેક વાર દારૂના જથ્થા સાથે અનેક ઇસમોની ધર પકડ કરવામાં આવે છે. આ સાથે થરાદના મોરથલ ગામની સીમમાંથી થરાદ પોલીસે રહેણાંક ઘર તેમજ ખેતરમાંથી રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરનીકુલ 864 બોટલો ઝડપી પાડી હતી. બિયરની કિંમત 88 હજાર 320 રૂપિયાના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડીને થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

થરાદ પોલીસના સ્ટાફને મોરથલ ગામની સીમમાંથી મળેલી બાતમી હકીકત આધારે બળવંતભાઈ વણાજી ચૌહાણ રહે.મોરથલ તા.થરાદવાળાના ખેતરમાં બનાવેલો તેમજ રહેણાંક ઘરે ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલો ટીન નંગ 864 ઝડપી પાડી હતી. જેની કિંમત 88 હજાર 320 રૂપિયાના પ્રોહી મુદ્દામાલ કબજે કરી રેડ દરમ્યાન પકડાઈ ગયેલા આરોપી બળવંતભાઈ વણાજી ચૌહાણ તથા પ્રોહી મુદ્દામાલ ઉતારી મદદ કરનાર હેમજીભાઈ બળવંતભાઈ ચૌહાણ રહે.મોરથલ થરાદવાળો હાજર ના મળી આવી બન્ને વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી છે.