ડીસાઃ શિક્ષિકા પત્ની પાસે પતિએ દહેજની માગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી કાઢી મુકી
માર

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠા જીલ્લામાં અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. આ સાથે ડીસાની એક શિક્ષિકાને તેનો પતિ દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાની ઘટના સામે આવી છે. શિક્ષિકાએ રૂપિયા ન લાવી આપી તેના પતિએ લાકડી ફટકારી હાથે ફ્રેક્ચર કરતાં પીડીતાએ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં દીપક હોટલ પાછળ રહેતી એક શિક્ષિકાના લગ્ન હીમાચલ પ્રદેશ ખાતે રહેતાં અજયકુમાર ઓમપ્રકાશ સાથે થયા હતા. શરૂઆતમાં બંને વચ્ચે સુમેળ ભર્યાં સબંધો પસાર થતાં દામ્પત્ય જીવન દરમિયાન પ્રિયજ નામના દીકરાનો જન્મ થયો હતો.તે દરમિયાન હીમાચલ પ્રદેશ ખાતે મકાન બની રહ્યું હોવાની વાત કરી અજયકુમારે તેની પત્ની પાસે પિયરમાંથી રૂ. 50,000 લાવી આપવા કહ્યું હતું. શિક્ષિકાએ રૂપિયા માટે ના પાડતાં બંને વચ્ચે બોલાચાલી થતાં મહીલા તેમના પિતાના ઘરે આવી ગયા હતા.
 
સુત્રોએ જણાવ્યું હતુ કે, શિક્ષિકાને બધું જ થાળે પડી જશે તેમ સમજીએ તેમના દીકરાની બાબરી ઉતરાવવા માટે હીમાચલ પ્રદેશ તેમના સસરાને ત્યાં ગયા હતા. ત્યાં પણ તેમના પતિએ રૂપિયા લીધા વગર આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી કાઢી મૂકતાં શિક્ષિકાએ ડીસા આવી દક્ષિણ પોલીસ મથકે તેમના પતિ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.