ડીસાઃ બનાસ નદીમાં ન્હાવા પડેલા 6 યુવકોમાંથી ત્રણના મોત અને ત્રણનો બચાવ
બનાસ નદી

અટલ સમાચાર, ડેસ્ક

  બનાસકાંઠાના ડીસાના ગોઢ ગામે નદીમાં ડૂબી જવાથી ત્રણ યુવકોના મોત થયા છે. ત્રણેય યુવકના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ ત્રણેય યુવકો રાણપુર ગામના રહેવાસી છે અને સમગ્ર ઘટના અંગે ડીસા તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે. તાજેતરમાં બનાસ નદી પર બાંધવામાં આવેલા દાંતીવાડા ડેમના દરવાજાનું સમારકામ કરવાનું હોવાથી ડેમનું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ પાણી નદીમાં છોડવામાં આવ્યા બાદ બનાસ નદી સજીવન થતાં લટીયા ગામની સીમમાંથી પસાર થતી બનાસ નદીમાં ગરમીથી રાહત મેળવવા રાણપુર ગામના 6 મિત્રો નદીમાં ન્હાવા પડ્યા હતા.

જો કે નદીમાં નહાવા પડેલા છ યુવકો નદીના વમણમાં ફસાતા બૂમાબૂમ કરવા લાગ્યા હતા જેથી આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવી 6 માંથી 3 યુવકોને બચાવી લીધા હતા જ્યારે 3 યુવકોના પાણીમાં ડૂબતા કરુંણ મોત થયા હતા. આ ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસે અને મામલતદાર સહિત ના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીમાં ડૂબેલા ત્રણેય યુવકોના મૃતદેહોને બહાર નિકાળ્યા હતા, બનાવ ના પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી ઓળયા હતા જ્યારે એક જ ગામના ત્રણ આશાસ્પદ યુવકોના મોત થી ગામમાં માતમ છવાયો હતો.

માતાના નિધન બાદ ધાર્મિક ક્રિયા બાબતે બે ભાઈઓ વચ્ચે મારામારી
જૂનાગઢ:  ભેસાણ તાલુકાના નવા વાઘણિયા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતાના નિધન બાદ ધાર્મિક ક્રિયા બાબતે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. માથાકૂટ બાદ બે ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી. કાળુભાઇનું સારવાર દરમિયાન મોત થતાં પુત્ર ઇમરાને ફરીયાદ નોંધાવી છે.  જેમાં 4 શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવાઇ છે. આલમ બેનનું 24 જુલાઈના રોજ અવસાન થયું હતું. જે બાદ તેમા સંતાનો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક ભાઈનું મોત થતા ચકચાર મચી ગઈ છે.