બનાસકાંઠાઃ બસ સ્ટેન્ડમાં ઉભેલા રાહદારીઓને ટ્રેક્ટર ચાલાકે કાબુ ગુમાવતા 2 લોકોને નીચે કચડી દેતા કરૂણ મોત

બસ સ્ટેન્ડમાં વાહનની રાહ જોઈને ઉભેલા બે રાહદારીઓને આ ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર નીચે કચડી દેતા અકસ્માત સર્જાયો હતો.
 
બનાસકાંઠા અકસ્માત

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજના કંબોઈ ગામ ખાતે બનાવેલ રોડ પર બસ સ્ટેન્ડમાં વાહનની રાહ જોઈ રહેલા બે રાહદારીઓને એક ટ્રેક્ટર ચાલાકે કાબુ ગુમાવી ટ્રેક્ટર બસ સ્ટેન્ડમાં ઘુસાવી દઈ કચડી નાખતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા.

કાંકરેજના કંબોઈમાં આવેલ રોડ પર એક બસ સ્ટેન્ડમાં બે રાહદારીઓ વાહનની રાહ જોઈને બસ સ્ટેન્ડમાં ઉભા હતા તે દરમિયાન એક ટ્રેક્ટર ચાલક પૂર ઝડપે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટ્રેક્ટર બસ સ્ટેન્ડમાં ઘૂસ્યું હતું. બસ સ્ટેન્ડમાં વાહનની રાહ જોઈને ઉભેલા બે રાહદારીઓને આ ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર નીચે કચડી દેતા અકસ્માત સર્જાયો હતો.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
સુત્રોએ જણાવ્યું હતુ કે ઘટનાને પગલે આજુબાજુના લોકો કરના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક 2 રાહદારીઓ કંબોઈ ગામના જ હોવાનું સામે આવ્યું હતું. ટ્રેક્ટર ચાલકની બીદરકારીના પગલે એક જ ગામના બે લોકોના મોત નીપજતા ગામમાં શોકનો માતમ છવાયો હતો. જે બાદ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બંનેના મૃતદેહને પીએમ અર્થે શિહોરી રેફરલ ખાતે ખસેડાયા હતા.