કાંકરેજઃ દૂધ ભરાવા જતા બાઈક સવાર યુવકને ગાય સાથે અથડાતા અકસ્માત સર્જાતા કરૂણ મોત

યુવક ગાય સાથે અથડાતા જ માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે બાઇક સવાર યુવકનું મોત નિપજ્યું હતું. સ્થાનિક લોકો દોડી પહોંચી પોલીસને જાણ કરી હતી.
 
posmortam

અટલ સમાચાર, ડેસ્ક 

કાંકરેજના શિહોરીમાં એક યુવક બાઈક લઈને દૂધ ભરાવા જતા અચાનક રોડ વચ્ચે ગાય આવી જતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવક ગાય સાથે અથડાતા જ માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે બાઇક સવાર યુવકનું મોત નિપજ્યું હતું. સ્થાનિક લોકો દોડી પહોંચી પોલીસને જાણ કરી હતી.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ શિહોરીમાં એક બાઈક સવાર યુવક ગાય સાથે અથડાતા તને મોત નિપજ્યું છે. જેમાં રાત્રિના સમયે યુવક ભૂપતસિંહ બાઈક લઈને દૂધ ભરવા ગયેલા હતા, તે સમયે રસ્તામાં અચાનક ગાય આવી જતાં બાઈક સવાર યુવકને ગાય સાથે અથડાતા યુવકને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેના કારણે બાઇક સવાર યુવકનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે સ્થાનિક લોકો એકત્ર થઇ પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.