પાલનપુરઃ ટ્રેલર અને બસનો ગમખ્વાર અકસ્માત, બસમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ
અકસ્માત

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત ભરમાં રોજ અનેક અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. આ સાથે આજે પણ પાલનપુરના ચંડીસર નજીક બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બસમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વાપી-ડીસા બસનો અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દોડી આવી રાહતની કામગીરી શરૂ કરી હતી.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતોના કારણે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. જેમાં આજે પાલનપુરના ચંડીસર હાઈવે પર નજીક વાપી-ડીસા બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર અને બસનો અકસ્માત સર્જાતા આજુબાજુના અનેક લોકો મદદે પહોંચ્યા હતા. આ અકસ્માતમાં બસમાં સવાર બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.